રાજુલાના પીપાવાવ ધામ જમીન મુક્તિ આંદોલન 49મા દિવસમાંં પ્રવેશ્યું : વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ

13 June 2018 01:16 PM
Amreli
  • રાજુલાના  પીપાવાવ ધામ જમીન મુક્તિ આંદોલન 49મા દિવસમાંં પ્રવેશ્યું : વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ

ઉપવાસી છાવણીની આગેવાનોએ મુલાકાત લીધી: ફરી આવેદન

Advertisement

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.13
રાજુલા તાલુકાના દરિયા કાંઠા વિસ્તારના પીપાવાવ ધામના સરપંચ તથા ગ્રામજનો છેલ્લા 49 દિવસથી ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ અને ભૂમાફિયાઓના કબજામાંથી ગામની જમીન મૂક્ત કરાવવા માટે રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. ગુજરાત સરકારને અનેક વખત રજૂઆતો કરી છતાં પણ સરકાર દ્વારા ગામજનો ને ન્યાય મળે તે માટે ગામજનોને સરકાર ના કોઈ પ્રતિનિધિ મળવા પણ નથી આવ્યા. આથી ગુજરાત સરકારથી નારાજ થઈ આજ રોજ આંદોલનકારી ગામજનો દ્વારા દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટ કાર્ડ લખ્યા હતા.
જેમાં મોદી દિલ્હી જતા સમયે ગુજરાતની બહેનો ને કહેલું કે જ્યારે પણ જરૂર પડે ત્યારે મને એક પોસ્ટ કાર્ડ લખજો હું તમારો ભાઈ દિલ્હી માં બેઠો છું. આથી પીપાવાવ ધામની બહેનો તથા આંદોલનકારીઓ દ્વારા પોસ્ટ કાર્ડ લખ્યા હતા. આ તકે રાજુલા તાલુકાના મહિલા પ્રમુખ ભાવનાબેન બાંભણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. અને તેમણે પણ વડાપ્રધાને પોસ્ટ કાર્ડ લખ્યું હતું. આંદોલન છાવણીની મુલાકાત લેતા સુરત કોળી આગેવાનો સન્નીભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, સંજયભાઈ રાઠોડ, કાન્તીભાઈ શીંગડ, મહુવાનાં ચંદુભાઈ ભાલિયા, ભાવેશ બારીયા, અમરેલીના સામાજિક કાર્યકર્તા જગદીશભાઈ ચૌહાણ, અમરેલી જિલ્લા કોંગ્રેસના બક્ષીપંચ મોરચાના ચેરમેન નારાયણભાઈ મકવાણા વિકટરના યુવા અગ્રણી અજયભાઈ શિયાળ, રણછોડભાઈ બાંભણિયા, મધુભાઈ સાંખટ, મુકેશભાઈ કાંબડ, અશોક ભાલિયા, ભાણાભાઇ ગુજરિંયા સહિતના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને દિવસના અંતે આંદોલનકારીઓ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


Advertisement