ઉપલેટાના તલંગણા ગામના વૃદ્ધે પગના દુ:ખાવાથી કંટાળી ગળાફાંસો ખાધો : મોત

13 June 2018 01:15 PM
Dhoraji
Advertisement

રાજકોટ તા.13
ઉપલેટા તાલુકાના કંટાળી જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા નાના એવા ગામમાં ચકચાર જાગી છે.
બનાવની મળતી વિગતો મુજબ ઉપલેટા તાલુકાના તલંગણા ગામે રહેતા કારાભાઈ લખમણભાઇ બોરખતરીયા નામના આહિર વૃદ્ધને એક્સિડન્ટમાં ડાબા પગમાં ફેકચર થયું હોય ઓપરેશનનો સતત દુખાવો રહેતો હોય આ દુખાવાથી ત્રાસી ગયેલા કારાભાઈએ ગઈકાલે પોતાની વાડીએ લીમડાના ઝાડ સાથે સુતરના દોરડા વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા લીધાની ઘટના પાટણવાવ પોલીસમાં નોંધાઈ છે. પાટણવાવ પોલીસ પ્રો. પીએસઆઈ હરિયાણાએ આગળની તપાસ હાથ ધરી છે.


Advertisement