ચલાલા પાલિકા દ્વારા પર્યાવરણ સપ્તાહની ઉજવણી

13 June 2018 01:14 PM
Amreli
  • ચલાલા પાલિકા દ્વારા પર્યાવરણ સપ્તાહની ઉજવણી

સમાપન સમારોહ નિમિત્તે અનેક સ્થળોએ વૃક્ષારોપણ

Advertisement

(પ્રકાશ કારીયા)
ચલાલા તા.13
ચલાલા નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન-ગુજરાત, વિશ્ર્વ પર્યાવરણ દિવસના સપ્તાહની ઉજવણી તા.5થી તા.11 સુધી થઇ હતી.
વિશ્ર્વ પર્યાવરણ દિવસની પુર્ણાહુતિ નિમિત્તે ટીમ નગરપાલિકા ચલાલા દ્વારા ભવ્ય વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ફોરેસ્ટ વિભાગ તરફથી વૃક્ષોના રોપા 300 (ત્રણસો) નંગ આજના દિવસે પુરા પાડવામાં આવેલ હતા. આજના પ્રસંગે ચલાલા નગરપાલિકાના કમ્પાઉન્ડમાં 100 વૃક્ષો, એમ.કે.સી.ગર્લ્સ હાઇસ્કૂલના ગ્રાઉન્ડમા0 100 વૃક્ષો તેમજ ચલાલા નગરપાલિકા સંચાલીત સ્મશાનગૃહના ગ્રાઉન્ડ ઉપર 100 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું.
આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં ચલાલા નગરપાલિકાના પ્રમુખ હિંમતભાઇ દોંગા, ઉપપ્રમુખ અનિરૂધ્ધભાઇ વાળા, ચીફ ઓફીસર પ્રશાંત ભીંડી, ચલાલા નગરપાલિકાના તમામ કર્મચારીઓ, તમામ પદાધિકારીઓ, ફોરેસ્ટ વિભાગના બીટ ગાર્ડ નેન્સીમેડમ મારૂ, એમ.કે.સી. ગર્લ્સ હાઇસ્કૂલના પ્રીન્સીપાલ શ્રીમતિ મુમતાઝમેડમ, હાઇસ્કૂલનો તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ, ધાર્મિક સંસ્થાના આગેવાનો, વેપારીઓ અને નાગરિકોએ આ કાર્યક્રમમાં ભાગ લઇ ઉજવણી કરેલ હતી.
કાર્યક્રમને અનુસંધાને ચીફ ઓફીસર પ્રશાંત ભીંડીએ વિશ્ર્વ પર્યાવરણ સપ્તાહ-ર018ની ઉજવણીની સપ્તાહ દરમ્યાન કરવામાં આવેલ કામગીરીઓ તેમજ પ્લાસ્ટિક મુકત ચલાલા માટનો સંદેશો અને વૃક્ષારોપણ સંબંધે વિસ્તૃત જાણકારી તેમના વ્યકતવ્યમાં આપેલ હતી.


Advertisement