વડોદરા પો. સ્ટેશનમાં જમીનના ખોટા દસ્તાવેજોમાં સંડોવાયેલો શખ્સ ઝડપાયો

13 June 2018 01:13 PM
Gujarat
  • વડોદરા પો. સ્ટેશનમાં જમીનના ખોટા દસ્તાવેજોમાં સંડોવાયેલો શખ્સ ઝડપાયો

ભાવનગર એસ.ઓ.જી. પોલીસનો સપાટો

Advertisement

ભાવનગર તા.13
ભાવનગર જીલ્લાના ગંભીર ગુન્હાઓમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષકશ્રી પી.એમ.માલ સાહેબે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને ખાસ સુચના આપેલ જે સુચના અન્વયે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.ના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ, ઓમદેવસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. અતુલભાઇ ચુડાસમાને મળેલ સંયુક્ત બાતમી આધારે વડોદરા શહેર પાણીગેટ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નંબર 15/2018 ઇ.પી.કો. કલમ 406, 420, 463, 465, 467, 468, 471 504, 506(2), 114 મુજબના ગુન્હામાં સંડોવાયેલ અને ભાગતા ફરતા આરોપી ઉમેદજતી ઉર્ફે મુન્નાભાઇ બટુકભાઇ ગૌસ્વામી ઉ.વ. 29 રહેવાસી ગામ ત્રાપજ તાલુકો તળાજા જીલ્લો ભાવનગર વાળાને કાળીયાબીડ જ્ઞાનમંજરી સ્કુલ પાસેથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. અને વડોદરા શહેર પોલીસને સોપવા તજવીજ કરેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. ઓમદેવસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. અતુલભાઇ ચુડાસમા તથા શરદભાઇ ભટ્ટ તથા યોગીનભાઇ ધાંધલ્યા જોડાયા હતા.


Advertisement