બામણબોરના પ્રોહીબીશનના ગુન્હામાં બે માસથી નાસતો ફરતો આરોપી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ સુરેન્દ્રનગર

13 June 2018 12:55 PM
Surendaranagar
  • બામણબોરના પ્રોહીબીશનના ગુન્હામાં બે માસથી નાસતો ફરતો આરોપી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ સુરેન્દ્રનગર

Advertisement

(ફારૂક ચૌહાણ દ્વારા)
વઢવાણ તા.13
દિપકકુમાર મેઘાણી પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના કરેલ હોય જે આધારે પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઈ. વી.આર.જાડેજા માર્ગદર્શન હેઠળ પો.હે.કોન્સ. નીકુલસસિંહ ઝાલા, પો.કોન્સ. અજયરાજસિંહ ઝાલા, સનતભાઈ, પો.કોન્સ. અશ્ર્વિનભાઈ વિગેરે સ્ટાફના માણસો બામણબોર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે બામણબોર પો.સ્ટે. પ્રોહી ગુના રજીસ્ટર નંબર 5050/18 પ્રોહી કલમ-65-ઈ મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી દેવુભાઈ મોહનભાઈ જખાણીયા (ઉ.વ.33) ધંધો-મજુરી રહેવાસી- બામણબોર નવાગામ તા.ચોટીલા વાળાને બામણબોર હાઈવે રોડ ઉપરથી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી બામણબોર પોલીસને સોંપી આપેલ છે.


Advertisement