સાયલા પોલીસે 7ર0 ટીન બિયર સાથે એકને ઝડપી લીધો

13 June 2018 12:54 PM
Surendaranagar
  • સાયલા પોલીસે 7ર0 ટીન
બિયર સાથે એકને ઝડપી લીધો

Advertisement

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.13
ગુજરાત રાજયના ડીજીપી દ્રારા દારુ અને જુગારની બદીઓ દુર કરવા માટે પ્રોહી / જુગારની *ખાસ ડ્રાઈવ તા.12/06 થી તા 26/06 સુધી રાખવામા આવેલ હોઇ, રાજકોટ રેન્જના ડી.આઇ.જી. ડી.એન. પટેલ દ્વારા પણ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અમલદારોને દારૂ જુગાર ની પ્રવૃતિ સદંતર નાબૂદ કરવા સૂચના આપી, ખાસ ડ્રાઇવ ગોઠવવામાં આવેલ છે.
જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી, દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરી, પ્રોહીબિશનના બુટલેગરો ઉપર વોચ રાખવા તથા જિલ્લામાં પ્રવેશતા પર પ્રાંતીય વિદેશી દારૂ બાબતે હાઇવે ઉપર વોચ રાખી, બાતમીઓ મેળવી, પ્રોહીબિશનના કેસો શોધી કાઢવા તથા દેશી વિદેશી દારૂના કેસોમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને પ્રોહીબિશન ના કેસો શોધી કાઢી, દેશી વિદેશી દારૂના ગુન્હાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે.લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પોલિસ સબ ઈન્સ. એ.એ.જાડેજાને બાતમી મળેલ કે,સાયલા થી સુદામડા તરફ એક સફેદ કલરની મારૂતી જડ-4 કાર નંબર જીજે-01-એચઆર-6444 વાળીમાં બીયરના ટીનનો જથ્થો ભરી નીકળનાર છે.સાયલા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પોલિસ સબ ઈન્સ.એ.એ.જાડેજાનાની બાતમી આધારે પો.સબ.ઇન્સ.બી.એસ.સોલંકી તથા સ્ટાફના એ.એસ.આઇ.મહેન્દ્રસીંહ ઝાલા એ.એસ.આઇ વીનુભાઇ મેણસીભાઇ ડેર પો.હેઙ.કોન્સ દોલાભાઇ ડાંગર તથા વીજયસીંહ જાદવ મજબુતસીંહ રાણા પો.કોન્સ હરદેવસીંહ પરમાર રવીરાજસીંહ ઝાલા વિગેરે સહિતની ટીમ દ્વારા થોરીયાળી ગામના પુલ પાસે વોચમા હતા દરમ્યાન ઉપરોકત નંબર વાળી કાર સાયલા તરફથી આવતા તેના ચાલકને કાર રોકવા માટે ઇશારો કરતા કાર રોકેલ નહીં અને સુદામડા તરફ આગળ જવા દીધેલ. જેનો સરકારી વાહનથી પીછો કરી નજીકમાથી જ ઉપરોકત કારને રોકી લીધેલ અને તે કારમાં જોતા પાછળની સીટમાં પરપ્રાંતીય બીયરના ટીન નંગ-720 કીં. રુ.72000/- તથા કાર કીં. રુ.2,00,000/- કુલ કિંમત રૂ. 2,72,000/- ના મુદ્દામાલ સાથે આરોપી/ કાર ચાલક રાજેશભાઇ તુકારામભાઇ લોખંડે જાતે મરાઠા ઉ.વ.41 રહે લીલાજી ગાંડાજી ઠાકોરના મકાનમાં બુટભવાની મંદીર પાસે વેજલપુર અમદાવાદ વાળાને પકડી પાડવામા આવેલ છે.


Advertisement