કારીયાણીથી ગુંદીયાળા રોડના કામમાં અન્યાય અંગે પીડબલ્યુડી તંત્રને રજુઆત

13 June 2018 12:53 PM
Surendaranagar
Advertisement

વઢવાણ તા.13
ગુંદીયાળીથી કારીયાણી વચ્ચે રોડ મંજુર થયેલ છે તેમજ તે અન્વયે હાલ રસ્તામાં માટી કામ પુરવાનું કામ ચાલુ છે. જેમાં જુના રસ્તાની બંને બાજુના ખેતરોમાંથી સરખી કપાત થાય તે જરૂરી છે. આમ છતાંઆ રસ્તાના કામમાં બુરાણ કરી અમારા ખેતરોમાં કપાત કરેલ છે તેમજ બંધ તોડીનાખેલ છે જયારે સામેની બાજુએ જરાપણ કપાસ કરેલ નથી તેમજ જે જુનો બંધ સુધી પણ બુરાણ કરેલ નથી. આમ સામેની બાજુના ખેતરવાળા ખેડુતો સાથે મીલાવટ કરી અમારી બાજુનાતમામ ખેડુતો સાથે અન્યાય કરેલ છે. જે અન્વયે ગામના ખેડુતોની માંગણી છે કે જે જગ્યાએ ખેતર કપાય છે ત્યાં જમીન માપણી કરી જુના માર્ગની મધ્ય લાઈનથી બંને બાજુ સરખા પ્રમાણમાં કપાસ કરી રસ્તાનું કામ આગળ કામ ચાલુ કરવા વઢવાણનાં ગુંદીયાળા ગામનાં ખેડુતો એ માર્ગ મકાન (પંચાયત) ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.


Advertisement