સુરેન્દ્રનગર જિલ્લા ક્રાઈમ ડાયરી

13 June 2018 12:52 PM
Surendaranagar
Advertisement

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા. ૧૩ લખતર લીબડી રોડ પર દસેક કિમી દુર અાવેલી દેવળીયા ગામના યુવાન ગોપાલસિંહ રાણા તથા તેમની સાથે કેટલાક યુવાનો ખેતર બાજુ જતા હતા. ત્યારે સીમમાં અજાણ્યો માણસ પડેલો જાેતા તમે ëચકીને દેવળીયા ગામના અાવ્યા હતા. ત્યાં તેનું પાણી પાઈ બાદમાં ૧૦૮ને ફોન કરતા સુરેન્દ્રનગરની ૧૦૮ મંા અા અજાણ્યા માણસને લખતર સરકારી દવાખાને લાવ્યા. જયા પ્રાથમિક સારવાર અાપી બાદમાં વધુ સારવાર અથેૅ સુરેન્દ્રનગર ખસેડવામાં અાવ્યો હતો. અા અંગે લખતર સીઅેચ.સી.નાં મેડિકલ અોફિસર ડો. જીજ્ઞેશ મકવાણાઅે જણાવ્યંુ કે અા અજાણ્યા માણસને ચાર પાંચ દિવસ ખોરાક ન મળવાથી કે ભુખ્યા રહેવાથી તેની અા સ્થિતિ થઈ હોઈ શકે. ધ્રાંગધ્રાને વિધાથીૅ ગુમ સાયલા તાલુકાના ભાદુકામાં રહેતો વિક્રમસિંહના નાનાભાઈ સોલંકી ધ્રાંગધ્રાની સકેત સ્કુલમાં અભ્યાસ કરે છે. જયારે વિક્રમસિંહને તેમના પિતા ધ્રાંગ્રધા મુકવા ગયા હતા. જયાં બજારમાંથી પુસ્તકો લઈને રિક્ષા કરીને શાળાઅે જવાનું કહીને નીકળેલો વિક્રમસિંહ ગુમ થઈ ગયો છે. અા અંગે ધ્રાંગધ્રા સિટી પોલીસમાં વિક્રમસિંહ ગુમ થયાની જાણ કરાઈ છે. બાઈક સ્લીપ થતા ઈજા વઢવાણ તાલુકાના ખેરાળીમા રહેતા ૬૭ વષીૅય હમીરભાઈ વાલજીભાઈ રાઠોડે બાઈક લઈને સુરેન્દ્રનગર અાવતા હતા. અા સમયે અચાનક બાઈક સ્લીપ થતા હમીરભાઈનાં જમણા પગે ઈજાઅો પહોંચી હતી. અા અંગે જાેરાવરનગર પોલીસ મથકે ગુનો દાખલ થતા વધુ તપાસ અેન.જે. ગોસ્વામી ચલાવી રહ્યા છે. બાળકનું અપહરણ અમદાવાદ જિલ્લાનાં ધંધુકા તાલુકાના ખડોળમાં રહેતા વિક્રમભાઈ ગગુભાઈ શેખલીયા મજુરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તા. ૩ જુનનાં રોજ તેઅો પરીવાર સાથે સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન અાવ્યા હતા. જયાં પ્લેટફોમૅ નંબર ૪ પાસેથી કોઈ શખ્સ તેમના ૪ વષીૅય પુત્ર રોશનનું અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ રેલ્વે પોલીસ મથકે નોંધાઈ છે. અા બનાવની વધુ તપાસ રેલ્વે પીઅેસઅાઈ અેે.કે. દવે ચલાવી રહ્યા છે. જુગાર સુરેન્દ્રનગર શહેરના જુના જંકશન રોડ પર હોટલ સેટનૅ પાસે જાહેરમાં અેક શખ્સ્ વરલી મટકાનાં જુગાર રમાડતો હોવાની બાતમી પોલીસને મળી હતી. અાથી દરોડો કરી વિશાલ, ત્રિકમભાઈ ચૌહાણને ઝડપી લીધો હતો. અા શખ્સ પાસેથી રૂપિયા ૪પ૯૦ રોકડા અને સાહિત્ય કબજે કરી અે. ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં અાવ્યો હતો. અા બનાવની વધુ તપાસ કે.અાર. યાદવ ચલાવી રહ્યા છે.


Advertisement