22 વર્ષ પછી નશીલા પદાર્થોનો કેસ ઉખડતા ન્યાયતંત્ર અને ગુજરાત પોલીસની ઉંઘ હરામ

13 June 2018 12:35 PM
Ahmedabad
  • 22 વર્ષ પછી નશીલા પદાર્થોનો કેસ ઉખડતા ન્યાયતંત્ર અને ગુજરાત પોલીસની ઉંઘ હરામ

બનાસકાંઠાના તત્કાલીન પોલીસ વડા સંજીવ ભટ્ટના કાર્યકાળનો બનાવ. રાજસ્થાન પોલીસની તપાસમાં ગુજરાત હાઈકોર્ટના તત્કાલીન જજ, પાલનપુર પોલીસની મિલિભગતના આક્ષેપ રાજસ્થાન એડવોકેટ પાસેથી મળી આવેલા અફીણ પ્રકરણમાં સીઆઈડીને તપાસ કરવા હાઈકોર્ટનો હુકમ

Advertisement

અમદાવાદ તા.13
કેફી પદાર્થો અગાઉથી રાખી મુકાયાનો 22 વર્ષ જુનો કેસ પોલીસ અને ન્યાયતંત્રનો પીછો પકડવા ઉખેળવામાં આવ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે સીઆઈડી (ક્રાઈમ)ની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સિટ)ને હાઈકોર્ટના પુર્વ જજ પરમાર જૈન, બરતરફ કરાયેલા આઈપીએસ સંજીવ ભટ્ટ અને બનાસકાંઠા પોલીસને સાંકળતા રાજસ્થાનના એક વકીલને નાર્કોટીક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટનસીલ (એનડીપીએસ) કાયદા હેઠળ 1996માં પાલનપુરમાં ખોટી રીતે ફીટ કરી દેવા બદલ તપાસ કરવાનો હુકમ કર્યો છે.
જસ્ટીસ જે.વી.પારડીવાલાએ આઘાત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 1996માં નોંધાવાયેલી ગંભીર ફોજદારી ફરિયાદની બે દસકામાં કયારેય તપાસ કરાઈ નથી, જયારે રાજસ્થાનમાં સંબંધીત કેસની પુરી તપાસ કરવામાં આવી છે.
મે 1996માં બનાસકાંઠા પોલીસે રાજસ્થાનના પાલી જીલ્લાના એડવોકેટ પાસે પાલનપુરની હોટેલમાંથી 1 કીલો અફીણ મળી આવ્યા પછી તેમની ધરપકડ કરી હતી. બીજા દિવસે યોજાયેલી ઓળખપરેડમાં હોટેલનો માલિક શમશેરસિંહ રાજપૂતને ઓળખી શકયો નહોતો અને પોલીસે તરત તેમને ડિસચાર્જ કરવા સમરી રિપોર્ટ દાખલ કર્યો હતો. એક સપ્તાહ પછી સ્પેશ્યલ કોર્ટે ડિસચાર્જ રીપોર્ટ સ્વીકાર્યો હતો.
એ પછી પાંચ મહિના બાદ રાજપુરોહીતે પાલીમાં એ વખતના ગુજરાત હાઈકોર્ટના જજ જસ્ટીસ જૈન અને બનાસકાંઠાના તત્કાલીન એસ.પી. સંજીવ ભટ્ટ અને તેમની નીચેના પોલીસ અધિકારીઓ સામે પાલી, રાજસ્થાનમાં ફરિયાદ નોંધાવી હતી. રાજપુરોહીતતના પરિવારના કબ્જામાં રહેલી જસ્ટીસ જૈનની બહેનની દુકાન ખાલી કરાવવા પોતાનું અપહરણ કરી એનડીપીએલમાં ફીટ કરી દેવાનો તેમણે આક્ષેપ કર્યો છે.
રાજસ્થાન પોલીસની તપાસમાં ખુલ્યું હતું કે પાલનપુર પોલીસ દ્વારા રાજપુરોહીતનું પાલનપુર પોલીસે સિવિલ ડ્રેસમાં આવી બનાવટી નંબર પ્લેટવાળા વાહનમાં તેમના ગામમાંથી અપહરણ કરાયું હતું. રાજસ્થાન પોલીસના ચાર્જશીટમાં દાવો કરાયો હતો કે રાજપુરોહીતના પરિવારજનોએ અન્ય એડવોકેટસને તાકીદે જાણ કરતા સ્તાનિક પોલીસે પાલનપુર પોલીસના અધિકારીઓને આંતર્યા હતા.
પોતાને ખોટી રીતે સંડોવી દેવાયો હતો. એવા રાજપુરોહીતના આક્ષેપને તપાસમાં સમર્થન મળ્યું હતું. રાજસ્થાન પોલીસે જસ્ટીસ જૈન, ડીએસપી ભટ્ટ અને અન્યોને કોલ ડીટેલ્સ રેકોર્ડમાંરજુ કરી હતી. તપાસમાં એવું પણ ખુલ્યુંહતું કે દુકાનનો કબ્જો સોંપી દેવાય એ પછી રાજપુરોહીતને જેલમાંથી છોડી મુકવામાં આવશે એવી શરત સાથે રાજપુરોહીતના પરિવાર અને જસ્ટીસ જૈનના સંબંધીઓ વચ્ચે સમજુતી થઈ હતી.
ગુજરાત પોલીસને દોષિત ઠરાવતી રાજસ્થાન પોલીસની તપાસ પુરી થયા પછી 1999માં એ વખતે ઉચ્ચ ન્યાયતંત્રમાં સેવા ન બજાવતા જસ્ટીસ જૈને પાલનપુરમાં નોંધાયેલી એફઆઈઆરની પુરી તપાસ માંગતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી. તેમના આક્ષેપ મુજબ રાજસ્થાન પોલીસે એ વખતના રાજસ્થાનના મુખ્યપ્રધાન અને પાલીના સ્થાનિક બાર એસોસીએશનમાં રાજકીય પ્રભાવ હેઠળ તપાસ કરી હતી.
1999માં ભટ્ટના સબઓર્ડીનેટ આઈ.બી.વ્યાસ દ્વારા આવી માંગણી કરતી બીજી અરજી થઈ હતી, બન્ને અરજીમાં પાલનપુરની એફઆઈઆરની તપાસ કરવાની નાર્કોટીક પદાર્થ અને રાજસ્થાન પોલીસે દ્વૈષપૂર્ણ તપાસ કરી હતી તે બહાર લાવવા અનુરોધ કરાયો હતો.
રાજસ્થાન પોલીસ દ્વારા ગુજરાત પોલીસ સામે રજુ કરાયેલું ચાર્જશીટ હાલમાં સુપ્રીમ કોર્ટમાં પડતર છે.
ગુજરાત હાઈકોર્ટે સીઆઈડીને કિટની રચના કરી ત્રણ મહીનામાં પાલનપુર એનડીપીએસ કેસથી અમલ કરવા જણાવ્યું છે.


Advertisement