51 વૃક્ષોના વૃક્ષારોપણ સાથે ગ્રીનસીટી સીઝન-8નો પ્રારંભ

13 June 2018 12:10 PM
Bhavnagar
  • 51 વૃક્ષોના વૃક્ષારોપણ સાથે ગ્રીનસીટી સીઝન-8નો પ્રારંભ

Advertisement

ભાવનગર તા.13
રવિવારે સવારે 10 વાગે દક્ષિણામૂર્તિ પાસે ડો. શૈલેષભાઈ જાનીના સૌજન્યથી 51 વૃક્ષારોપણ કરી ગ્રીનસીટી સંસ્થાએ તેના 8માં વર્ષના પ્રવેશની ઉજવણી કરી હતી. છેલ્લા સાત વર્ષ દરમ્યાન ગ્રીનસીટીએ ભાવનગર શહેરમાં આશરે 7000 જેટલા વૃક્ષો ટ્રીગાર્ડ સાથે વૃક્ષારોપણ કરી તેનો ઉછેર કર્યો છે.
ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠએ જણાવ્યુ હતું કે આ વર્ષે પણ અમારો 1100 વૃક્ષો વાવવાનો પ્લાન છે. અને આ માટે ભાવનગરના ઉદ્યોગપતિઓને આ કામ માટે અનુદાન આપી મદદરૂપ થવા અનુરોધ કર્યો છે. જાહેરમાં લોકો દ્વારા વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે માટે થોડા જ સમયમાં ગ્રીનસીટી દ્વારા વિનામૂલ્યે રોપાઓનું વિતરણ શરૂ કરવામાં આવશે. જે સોસાયટીવાળા પોતાની ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણ કરાવવા માંગતી હોય તો તેઓ ગ્રીન સીટીના દેવેનભાઈ શેઠનો સંપર્ક કરી શકે છે. આ વૃક્ષારોપણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. આજના વૃક્ષારોપણના કાર્યક્રમમાં ગ્રીનસીટીના દરેક સભ્ય દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.


Advertisement