ભાવનગરના મેયર, ડે.મેયર અને સ્ટે.ચેરમેનની કાલે નિયુકિત

13 June 2018 12:07 PM
Bhavnagar

યુવરાજસિંહ, અભયસિંહ, વોરા, જલવીકાબેન, દિવ્યાબેન, ધીરૂભાઈ, રાજુભાઈના નામો ચચાૅમાં

Advertisement

ભાવનગર, તા. ૧૩ ભાવનગર મહાનગરપાલિકાના અા બોડૅના બીજા અઢી વષૅ માટે બાકી રહેતી બોડૅની મુદત માટે તા. ૧૪ જુને થનારી મેયરની ચૂંટણી માટે ભાજપના ૩૪ નગરસેવકોમાંથી જે નામોની નામાવલી પાટીૅમાં રસાકસીભરી સ્પધાૅમાં છે. તેમાં મેયર પદ માટે યુવરાજસિંહ ગોહિલ, અલ્પેશ વોરા, અભયસિંહ ચૌહાણ, રાજુભાઈ રાબડીયા, રાજુભાઈ પંડયા, પરેશભાઈ પંડયા અને ગુરૂમુખાણીના નામો મોખરે રહે છે. તો બીજી બાજુ ડે.મેયર પદ માટે જલ્વીકાબેન ગોંડલીયા, દિવ્યાબેન વ્યાસ, કીતિૅબેન દાણીધારીયા, ઉમિૅલાબેન ભાલ, ઉષાબેન તલરેજીયા અને શિતલબેન પરમારના નામોનો નિદેૅશ થઈ રહયો છે. જયારે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પદ માટે ફરી અભયસિંહ ચૌહાણ, ધીરૂભાઈ ધામેલીયા, રાજુભાઈ રાબડીયા, કુમાર શાહ, અનિલ ત્રિવેદી, મનભા મોરી, અલ્પેશ વોરા, હરેશ મકવાણા અથવા સુરેશ ધાંધલ્યાને ફરી લેવામાં અાવે તે મ છે. જયારે નેતા અને દંડકમાં ડી.ડી.ગોહેલ, કિશોર ગુરૂમુખાણી, કાન્તાબેન બોરીચા અથવા ગીતાબેન વાજાના નામો ચચાૅમાં રહે છે. અઢી વષૅ માટે નિમાનારા અા પદાધિકારીઅોમાં હાલમાં નામો જે તે પદ માટે પાટીૅ લાઈનોમાં ગોઠવાયેલા છે તેમાં ૩૪ નગરસેવકોમાં પણ ભાજપના ૧૮ મહિલા નગરસેવિકાઅો છે તેની સામે ૧૬ પુરૂષો નગરસેવકોની સંખ્યા અમળી કુલ ભાજપ શાસનમાં ૩૪ નગરસેવકોનું બોડૅ છે. અા માટેની પસંદગી કામગીરી પ્રદેશ ભાજપ પાલાૅમેન્ટરી બોડૅ બેઠકમાં થઈ રહી છે. જેમાં હાલમાં અા નામો સંભવિત બની રહયા છે. નવ ઘેટા કમીટીઅોની રચનામાં પાંચેક કમીટીઅોમાં મહિલા ચેરપસૅન બને તો નવાઈ પામવા જેવું નથી જે માટે પણ બહેનો ચેરપસૅન માટે સ્પધાૅમાં રહે છે કારણ કે, અા બાવનની સંખ્યા બોડૅમાં શાસક પાટીૅના ૩૪ સભ્યોમાં ૧૮ બહેનો નગરસેવિકા છે અને તેઅો પણ હવે હોદા માટે દાવેદારી કરી રહયા છે.


Advertisement