ભાવનગરની શિશુ વિહાર સંસ્થા દ્રારા પ૪ પ્રા. શાળાના ૧૭૦૦ જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનુ વિતરણ કરાશે

13 June 2018 12:07 PM
Bhavnagar
Advertisement

ભાવનગર તા. ૧૩ શહેરનાં શ્રમિક પરિવારોના ગરીબ બાળકોન તાલીમ અાપતાં શિક્ષકો પોતાની નીજી ફરજ ઉપરાંત સમાજ પ્રત્યે જવાબદાર બને તેવા પૂણ્ય ઉદેશને લઈ ભાવનગરની સેવા સંસ્થા શિશુવિહાર દ્રારા સતત ૯મા વરસે શહેરની પ૪ પ્રાથમિક શાળાનાં ૧૭૦૦ ગરીબ બાળકોને શૈક્ષણિક સહાયનું વિતરણ કરવામાં અાવશે. સ્વામીનારાયણ મંદિર કંુડળધામના અઘ્યક્ષ પરમ પૂજય સ્વામી જ્ઞાનજીવનદાસજી મહારાજની પે્રરણા અને અાથિૅક સહકારથી નગરપાલિકાનાં શિક્ષકોઅે પસંદ કરેલ વગૅદીઠ બેરુબે બાળકોને શાળાઅો શરૂ થતાં શિશુવિહાર સંસ્થામાંથી સ્કુલબેગ, કંપાસ સેટ, પરુપ નોટબુક, વોટરબેગ તથા સ્કૂલ શુઝનું વિતરણ કરવામાં અાવશે. જે બાળકોના પિતા બાળકનાં શિક્ષણમાં રસ દાખવતાં નથી તેવા માતાનાં પુરુષાથૅથી શિક્ષણ લેતા બાળકો વિકાસની મુખ્ય ધારાથી વંચિત ન રહે તે માટે પ્રતિવષૅ દાતાઅોના સહકારથી શિશુવિહાર રૂ. ૭ લાખની શિક્ષણ સહાય નગરપાલિકાના બાળકો સુધી પહોંચાડે. પસંદ થયેલ બાળકોના કુટુંબની મુલાકાતે ત્રણ થી પાંચ વખત જતા ભાવનગર નગરપાલિકાના શિક્ષકોની કતૅવ્ય પરાયણતાની નોંધ ભૂજ, રાજકોટ, બનાસકાંઠા, સુરત તેમજ જામનગર જિલ્લાઅે નોંધ લઈ શિક્ષણ સહાયનો કાયૅક્રમ વિસ્તાયોૅ છે, જે ભાવનગરના શિક્ષકો માટે ગૌરવવંત બને છે.


Advertisement