જામજોધપુરના અમરાપરની વાડીમાં જુગાર રમતા અાઠ શખ્સો ઝડપાયા

13 June 2018 12:05 PM
Dhoraji

રરરપ૦નો મુદામાલ કબજે કરતી પોલીસ

Advertisement

(ભરત ગોહેલ દ્વારા) જામજોધપુર, તા. ૧૩ જામજોધપુરના અમરાપર ગામની સીમમાં અાવેલ કારાભાઈ નાથાભાઈ મંડેરાની વાડીમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા અાઠ શખ્સોને પકડી પાડી રૂા. રરરપ૦નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી છે. અા અંગે મળતી વિગતો મુજબ અમરાપર ગામની સીમમાં અાવેલ કારાભાઈ નાથાભાઈ મંડેરાની વાડીમાં મજકૂર તથા જગાભાઈ પુંજાભાઈ કોળી બહારથી માણસો બોલાવી વાડીમાં અાવેલ અોરડીમાં તીન પતી રોન પોલીસનો જુગાર રમાડતા હોઈ જે અંગેની ચોકકસ હકીકતના અાધારે અે.અેસ.અાઈ. અેમ.અેલ.જાડેજા તથા પો.હેડ. કોન્સ. અેન.કે.ઝાલા તથા પો.હેડ. કોન્સ. જી.અાઈ.જેઠવા તથા પો.હેડ કોન્સ. અેમ.બી.બોરીયા તથા પો.કોન્સ. અજુૅનસિંહ રામદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ. સત્યજીતસિંહ નોંધુભા વાળા તથા કુલદિપસિંહ જગદીશસિંહ વાઢેર તથા પો. કોન્સ. પોલાભાઈ દેવાભાઈ અોડેદરાઅે સ્ટાફના માણસો સાથે ઉપરોકત જગ્યાઅે રેઈડ કરી હતી. જેમાં રોકડા રૂા. રરપપ૦/રુ તથા ગંજીપતાના પાના નંગરુપર મળી કુલ રૂા. રરપપ૦/રુના મુદામાલ સાથે કારાભાઈ નાથાભાઈ મંડેરા જાતેરુમેર (ઉ.વ.૩૬) રહે. અમરાપર, પુનાભાઈ મંગાભાઈ બગડા(ઉ.વ.૪૭) રહે. ઢાક, મનસુખભાઈ ભીખુભાઈ કેશવાલા (ઉ.વ.ર૮) રહે. અમરાપર, કિશોરભાઈ ચનાભાઈ વીંઝુડા રહે. મેરવદર, કાનાભાઈ સરમણભાઈ પરમાર રહે. હામદપરા, કિશોરભાઈ કાનજીભાઈ સોલંકી રહે. દલદેવળીયા, અરવિંદભાઈ જાદવભાઈ વાદી, નાથાભાઈ નાગાભાઈ ખોડેદરા જુગાર રમતા પકડાતા પોલીસે ગુનો નોંધી કાયૅવાહી હાથ ધરી છે.


Advertisement