ભાવનગરમાં કારમાંથી દારૂ સાથે તળાજા યુવા કોંગે્રસ પ્રમુખ સહિત બે પકડાયા

13 June 2018 12:02 PM
Bhavnagar
  • ભાવનગરમાં કારમાંથી દારૂ સાથે તળાજા
યુવા કોંગે્રસ પ્રમુખ સહિત બે પકડાયા

નશો કરેલી હાલતમાં ધરપકડ: માલ આપનાર સહિત ત્રણ શખ્સ સામે ગુનો નોંધાયો..

Advertisement

(વિપુલ હિરાણી) ભાવનગર તા.13
ભાવનગરમાં પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન કારમાંથી દારૂ સાથે પીધેલી હાલતમાં તળાજા યુવા કોંગે્રસ પ્રમુખ સહિત બે શખ્સોને પકડી લેતા ચકચાર જાગી છે.
ભાવનગર સીટી નાયબ.પો.અધી. એમ.એસ.ઠાકરની થી ભરતનગર પોલીસ સ્ટેશનનાં પી,આઇ, જે,એમ,ચાવડા. સાથે સર્વેલંન્સ સ્કોડ (ડિ,સ્ટાફ)નાં હેડ.કો.ધીરૂભા,ગોહિલ પો,કો, મહેન્દ્રસિંહ સરવૈયા તથા અન્ય સ્ટાફ સાથે દુખીશ્યામ બાપાનું સર્કલ તળાજા જુના જગાતનાકા પાસે નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન લાલ કલરની ફોર્ડ ફીગો સ્કોડા જોવા મળી હતી. જેમાં બે ઇસમો બેઠેલ હોય જેનાં પર શંકા જતાં મુકેશભાઈ ગૌરાંગભાઇ પંડયા/બ્રાહ્મણ પ્રમુખ યુવા કોગ્રેસ તળાજા ઉ.વર્ષ 34,રહે ટોપ થ્રી સર્કલથી લીલા સર્કલ શીવકૃપા સો,સા પ્લોટ નં 58 ભાવનગર અને બીજો તુષારભાઇ નટવરલાલ રાજયગુરૂ/બ્રાહ્મણ ઉ.વર્ષ 46- રહે ટોપ થ્રી સર્કલથી લીલા સર્કલ જતાં રોડ પર આવેલ શીવરૂદ્ધ એપાર્ટમેન્ટ રૂમ નં 304- ભાવનગરવાળો હોવાનું જણાવેલ છે. કારામાંથી કુલ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ 10 તેની કિંમત રૂપિયા 30,00/ મળતા કબ્જે કરવામાં આવેલ છે. સ્કોડા ફોર વ્હીલ ગાડી નાં રજી. નંબર જીજે 04-એપી-9935 લખેલ તેમજ ફોર્ડ ફીગો ફોર વ્હીલની પાછળની નંબર પ્લેટ પર લાલ અક્ષરે પ્રમુખ તળાજા યુવા કોગ્રેસ લખેલ છે. જેની કિંમત રૂપિયા 100,000/ગણી પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરેલ છે. બંન્નેની મુકેશભાઈ ગૌરાંગભાઇ પંડયાની પાસેથી એમ.આઇ.કંપનીનો મોબાઈલ ફોન નંગ એક તેની કિંમત રૂ 20,00/ તથા નંબર બે નાં ઇસમ તુષારભાઇ નટવરલાલ રાજયગુરૂ પાસેથી એમ.આઇ.નોટ ફાઇવ મોબાઈલ ની કિંમત રૂ 50,00/ગણી બંન્ને મોબાઈલ ફોન કબ્જે કરેલ છે.
પુછપરછ દરમિયાન જણાવેલ કે આ દારૂની બોટલો પોતે સિહોર ટાણા રોડથી સિહોરમાં અંદર જતાં વડલા નિચે શંકર ભગવાનનાં મંદિર પાસે બેસતાં મુંન્નાભાઇ નામનાં માણસ પાસેથી લાવેલાનું જણાવેલ હતું. બંને પાસેથી કુલ ટોટલ કિંમત રૂ 1,10,000/ ના મુદ્દામાલ સાથે પકડી પાડી ત્રણેય ઇસમો વિરૂઘ્ધ પ્રોહિ કલમ 65,એ,ઇ,116,બી,81-98(2) મુજબ ગુનો રજીસ્ટર કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આ સમગ્ર કામગીરીમાં ભરતનગર ઇ, ડીઆઇવી પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એમ.ચાવડા.સાહેબ તથા. હેડ.કો. ડી.સી.ગોહિલ તથા.પો.કો.મહેન્દ્રસિંહ સરવૈયા તથા અન્ય પોલીસ સ્ટાફ જોડાયો હતો.


Advertisement