રાણપુર નદી પરનો પુલ જર્જરિત હાલતમાં: તંત્ર કયારે જાગશે?

13 June 2018 11:32 AM
Botad
  • રાણપુર નદી પરનો પુલ જર્જરિત
હાલતમાં: તંત્ર કયારે જાગશે?

Advertisement

બોટાદ તા.13
રાણપુરના ભાદર નદી ઉપર બનાવવામાં આવેલ પુલ મરામ્મતના અભાવે જર્જરીત હાલતમાં થઈ ગયો છે. જાણવા મળ્યા મુજબ ધંધુકા, બોટાદ, પાળીયાદને રાણપુર સાથે જોડતો આ એકમાત્ર પુલ છે. ગયા વર્ષે મરામતને નામે પુલની રેલીંગોને ધોળવામાં આવી હતી. પરંતુ ખરેખર નદી ઉપરના પુલની રેલીંગો ઉંચી લઈ બોકસીંગ ભરવું જરૂરી છે.
જેથી લોકોને તથા વાહનોને પ્રોટેકશન મળે. બાકી ચોમાસામાં વહેતી નદી જોવા હજારોની સંખ્યામાં લોકો પુલ ઉપર જાય છે તેમાં તૂટી ગયેલી રેલીંગો ઉપર ટેકો આપે તો પણ પડી જાય તેવી થઈ ગઈ છે. ખરેખર પુલને ધોળીને ણણગારવાની જરૂર નથી પણ ગંભીર અકસ્માત ન સર્જાય તે માટે દરેક રેલીંગમાં બોકસીંગ ભરવાની જરૂર છે તો જ અકસ્માત નીવારી શકાય..
ગયા વર્ષે પુલની મરામતના નામે ધોળ કરીને રૂપિયા ચાઉ નથી તઈ ગયાને તે જાણવા લોકોને પણ ઈંતેજારી છે.


Advertisement