રાણપુરમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો: 165 બોટલ એકત્ર કરાઈ

13 June 2018 11:30 AM
Botad
  • રાણપુરમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો: 165 બોટલ એકત્ર કરાઈ

Advertisement

બોટાદ તા.13
અમદાવાદ ડીસ્ટ્રીકટ કો.ઓ. બેંકના ચેરમેન અજયભાઈ પટેલ દ્વારા અમદાવાદ ડીસ્ટ્રીકટ કો.ઓ. બેંકની શાખાઓમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જે માટે અમદાવાદ રેડક્રોસ દ્વારા રાણપુર ભાલનળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવેલ.
જેમાં લોકોએ સ્વૈચ્છીક રકતદાન કરતા 165 બોટલ રકત એકત્રીત કરાયા બાદ ચા બીસ્કીટ આપવામાં આવેલ. આ એકત્રિત થયેલ બ્લડ થેલેસેમીયાના દર્દીઓને પહોંચાડાશષ. ભાલનળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના પ્રમુખ ગોવિંદસંગ ડાભી દ્વારા તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવેલ. આ માટે રાણપુરના નાના મોટા તમામ આગેવાનોએ સહકાર આપેલ. વધુ એડીસી બેંક રાણપુર મેનેજર ચાવડાએ જણાવેલ કે આ કેમ્પમાં યુવાનોએ હર્ષભેર ભાગ લીધો હતો.


Advertisement