રાણપુર શહેર ભાજપના તમામ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા

13 June 2018 11:28 AM
Botad
  • રાણપુર શહેર ભાજપના તમામ
હોદ્દેદારોએ રાજીનામા આપ્યા

બોટાદ જીલ્લામાં થતી સતત અવગણના બાદ

Advertisement

બોટાદ તા.13
બોટાદ જીલ્લામાં રાણપુરને સમાવિષ્ટ કર્યા બાદ રાણપુર શહેર ભાજપ તથા રાણપુર તાલુકા ભાજપના અલગ અલગ સંગઠનની રચના કરવામાં આવેલ છે. પરંતુ રાણપુર શહેર ભાજપના સંગઠનની કોઈ છીંકણી ન લેતુ હોય કોઈપણ હોદેદારોના કાંઈપણ કામ થતા ન હોઈ હારી થાકી ને કંટાળીને રાણપુર શહેર ભાજપના તમામ હોદેદારોએ સામુહિક રાજીનામા ધરી દેતા સનસનાટી મચી જવા પામેલ છે.
અમદાવાદ જિલ્લામાંથી જુના થયા બાદ રાણપુર શહેર ભાજપના પાયાના કાર્યકરોની સતત અવગણના કરવામાં આવી રહી છે. કોઈના કોઈપણ પ્રકારના કામ થતા નથી. રાણપુર શહેર મંડળના તમામ મોરચાના હોદ્દેદારો આગામી સમયમાં ગાંધીનગર પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને મળવા જશે તેવું જાણવા મળેલ છે.


Advertisement