ગર્લફ્રેન્ડને વાળ ખેંચી, દીવાલ સાથે માથું અથડાવનાર કોહલીની ધરપકડ

12 June 2018 10:49 PM
Rajkot Entertainment India
  • ગર્લફ્રેન્ડને વાળ ખેંચી, દીવાલ સાથે માથું અથડાવનાર કોહલીની ધરપકડ
  • ગર્લફ્રેન્ડને વાળ ખેંચી, દીવાલ સાથે માથું અથડાવનાર કોહલીની ધરપકડ

Advertisement

પોતાની NRI ગર્લફ્રેન્ડને માર મારવાના કેસમાં જાની દુશ્મન, કહર, પ્રેમ રતન ધન પાયો અને વિરોધી જેવી ફિલ્મોમાં કામ કરનારા અરમાન કોહલીની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે. અરમાન કોહલી પર તેની ગર્લફ્રેન્ડ પર ફિઝિકલ એટેક કરવાનો આરોપ છે. અરમાને પોતાની લિવ ઇન પાર્ટનર નીરુ રંધાવાને ગંભીર રીતે મારી હતી અને ત્યાર બાદ તે ફરાર થઈ ગયો હતો, પરંતુ આજે તે મુંબઈ પોલીસના હાથમાં આવી ગયો હતો. હાલમાં પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. રિપોર્ટ્સ મુજબ અરમાન પોતાના ફ્રેન્ડ બાબાના લોનાવાલા ફાર્મહાઉસમાં છૂપાયેલો હતો.


5 જૂનના રોજ તેમના પર દાખલ થયેલ કેસ બાબતે જોઈએ તો બીગબોસના પૂર્વ પ્રતિસ્પર્ધી અને બોલિવુડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અરમાન કોહલી વિરુદ્ધ લિવ ઈન રિલેશનશીપમાં રહેતી પાર્ટનર અને ગર્લફ્રેન્ડ એવી નીરું રંધાવાએ તેની સાથે ખરાબ રીતે મારપીટ કરવા બદલ મુંબઈ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.અરમાન કોહલી વિરુદ્ધ આઈપીસીની કલમ 326 હેઠળ કેસ કરવામાં આવ્યો હતો. જો આ કેસમાં તે દોષી સાબિત થશે તો તેને સાત વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ મામલાની તપાસમાં પોલીસ અરમાનના ઘરે પણ ગઈ હતી, પરંતુ તે ત્યાં હાજર ન હતો.

મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે રવિવારે અરમાને કોઈ નાણાકીય બાબતે થયેલી બોલચાલમાં નીરુને જોરથી ધક્કો માર્યો હતો અને જેને લીધે તે પગથિયા પરથી નીચે પડી ગઈ હતી. નીરુએ આરોપ લગાવ્યો છે કે અરમાને તેના વાળ ખેંચ્યા હતા અને દિવાલ સાથે તેનું માથું અફાળ્યું હતું.


Advertisement