લગ્ન બાદ મુંબઈના રહેશે દીપિકા પદુકોણ-રણવીરસિંહ

12 June 2018 10:41 PM
Rajkot Entertainment India
  • લગ્ન બાદ મુંબઈના રહેશે દીપિકા પદુકોણ-રણવીરસિંહ

Advertisement

દીપિકા પદુકોણ અને રણવીરસિંહના નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં લગ્ન થવાના છે. આ બંનેના લગ્નના અહેવાલો છેલ્લા અનેક સમયથી ચર્ચામાં આવી ગયા છે. જો કે બંને સિતારા પોતાના પ્રોફેશનલ કમિટમેન્ટ પૂર્ણ કરવામાં વ્યસ્ત બન્યા છે.

આ બંને લગ્ન બાદ મુંબઇના એક પોશ એપાર્ટમેન્ટમાં રહેવાના છે. બંનેએ આ ઇમારતમાં બે ફલોર ખરીદ્યા છે જેમાં હાલ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તેમ જ રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. રિનોવેશનનું કામ ઓકટોબર સુધીમાં પૂર્ણ થાય એવી શકયતા છે. દીપિકા પોતે આ ઘરના રિનોવેશન પર દેખરેખ રાખી રહી છે. રણવીર હાલ પોતાની અપકમિંગ ફિલ્મ સિમ્બાની શૂટિંગમાં વ્યસ્ત છે.


Advertisement