લગ્ન કર્યા બાદ જ રાહુલ ગાંધીને પીએમ મોદીનો વિકાસ દેખાશે !

12 June 2018 10:18 PM
Rajkot India Politics
  • લગ્ન કર્યા બાદ જ રાહુલ ગાંધીને પીએમ મોદીનો વિકાસ દેખાશે !

હરિયાણામાં મનોહર લાલ ખટ્ટરની સરકારમાં, નરાયણગઢ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય રાજ્યમંત્રી નાયબ સિંહ સૈનીનું વિવાદાસ્પદ નિવેદન

Advertisement

રાહુલ ગાંધીના અંગે વિવિધ નિવેદનો સામે આવતાં હોય છે. જેમાં હવે ભાજપ સરકારના હરિયાણામાં મંત્રી નાયબ સૈની તરફથી વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે રાહુલ ગાંધી પર વ્યક્તિગત હુમલો કરતાં કહ્યું કે, તેમને લગ્ન કરી લેવા જોઇએ.

આ અંગે સૈનીએ કહ્યું કે, કોંગ્રેસીઓએ રાહુલ ગાંધીના લગ્ન કરાવી દેવા જોઇએ તો જ તેમને પીએમ મોદીનો વિકાસ કાર્ય દેખાશે. એટલું જ નહીં તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી જ્યારે લગ્ન કરશે અને પરિવારનો વિકાસ કરશે તો પછી સમજી જશે કે દેશનો વિકાસ થઈ રહ્યો છે.

અગાઉ પણ નાયબ સૈની વિરોધી પક્ષના નેતાઓ અંગે વિવાદાસ્પદ નિવેદનો આપતાં રહ્યા છે. હરિયાણામાં રાજ્ય મંત્રી સૈનીએ કોંગ્રેસ પર હુમલો બોલતાં કહ્યું કે, છેલ્લા 55 વર્ષમાં જે નથી થયું તે મોદી સરકારે પોતાના માત્ર ચાર જ વર્ષના કાર્યકાળમાં કરીને બતાવ્યું છે.

તેમ છતાં પણ રાહુલ ગાંધીને વિકાસ દેખાતો નથી. હરિયાણામાં મનોહર લાલ ખટ્ટરની સરકારમાં રાજ્યમંત્રી નાયબ સિંહ સૈની નરાયણગઢ વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય છે. તેઓ હરિયાણામાં ખનન અને શ્રમ તથા રોજગારના મંત્રી છે.Advertisement