પોતાની સાથે "ટૉઈલેટ" લઈને સિંગાપોર પહોંચ્યા કિમ !!

12 June 2018 10:09 PM
Rajkot World
  • પોતાની સાથે "ટૉઈલેટ" લઈને સિંગાપોર પહોંચ્યા કિમ !!

કિમ જોંગ ઉનના મળ (સ્ટૂલ)ની કોઈ પ્રકારની તપાસ કે પરીક્ષણ ના કરી શકે તે માટે લીધું સાથે પોર્ટેબલ ટોઇલેટ !!

Advertisement

અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા વચ્ચેની ઉત્સુકતાનો અંત આવ્યો છે. સિંગાપોરમાં બંને દેશોના નેતાઓ વચ્ચે થયેલી બેઠકમાં સુરક્ષાની અત્યંત સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી. બંને દેશના નેતાઓએ પોત પોતાની સુરક્ષામાં કોઈ જ કચાસ છોડી ન હતી. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની સુરક્ષા તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ કરતા પણ વધારે સઘન હતી. એટલે સુધી કે, કિમ સિંગાપોત કેવી રીતે પહોંચ્યા તેની પણ કોઈનેય જાણ નહોતી !

આ ઘટનાક્રમ વચ્ચે એક આશ્ચર્યજનક વાત સામે આવી છે. જેને કિમ જોંગનો ડર કહો કે કંઈ બીજું. કારણ કે, કિમ જોંગ પોતાની સાથે તેમનું ટૉઈલેટ પણ સાથે લઈને જ સિંગાપોર પહોંચ્યા છે. તેના પાછળ એક ખાસ કારણ જવાબદાર છે. પોર્ટેબલ ટોઈલેટ સાથે લઈને સિંગાપોર પહોંચ્યા ઉત્તર કોરિયાના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, બંને દેશો વચ્ચે યોજાનારી બેઠકને લઈને ખુબ જ તણાવ હતો. એટલે જ એ વાત અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી કે, કિમ જોંગ વિમાન મારફતે કે પછી કઈ રીતે સોંગાપોર આવી રહ્યાં છે.

ઉત્તર કોરિયામાં પણ આ વાતની જાણકારી માત્ર ગણતરીના લોકોને જ હતી. કિમ જોંગ પોતાની સાથે ત્રણ વિમાન લઈને સિંગાપોર આવ્યાં. પહેલા વિમાનમાં કિમ જોંગ માટે ખાવા પીવાનો સામાન, બુલેટ પ્રુફ લિમોઝીન કાર અને પોર્ટેબલ ટૉઈલેટ હતું.

કેમ લાવવામાં આવ્યું પોર્ટેબલ ટોઈલેટ?
પોર્ટેબલ ટૉઈલેટ એટલા માટે સાથે રાખવામાં આવ્યું હતું કેમ કે, કિમ જોંગ ઉનનો મળ (સ્ટૂલ)ની કોઈ પ્રકારની તપાસ કે પરીક્ષણ ના કરી શકે. તેનું બીજું કારણ એ પણ છે કે, કિમના સ્વાસ્થ્યની જાણકારી આજ સુધી ક્યારેય બહાર નથી આવી. અગાઉ એવી પણ ચર્ચા ઉઠી હતી કે, કિમને અનેક પ્રકારની બિમારીઓ છે. પરંતુ હવે સ્ટૂલની તપાસના ડરના કારણે એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે, ઉત્તર કોરિયા નથી ઈચ્છતું કે, કિમના સ્વાસ્થ્યની જાણકારી કોઈ બીજાના હાથ લાગે.Advertisement