ગોંડલ તાલુકાની મોવીયા ગ્રામ પંચાયતનું બજેટ સતત બીજી વખત નામંજૂર

12 June 2018 06:07 PM
Gondal

પંચાયત સુપરસીડ થવાનો માર્ગ મોકળો : વિકાસ કમિશ્નરના આદેશની જોવાતી રાહ

Advertisement

ગોંડલ તા.12
ગોંડલ તાલુકાના મોવીયા ગ્રામ પંચાયતનું સતત બીજી વખત બજેટ નામંજૂર થયું છે. મોવીયા ગ્રામ પંચાયતનું આ પહેલા બજેટ નામંજૂર થયા બાદ વિકાસ કમિશ્નરએ પાઠવેલ નોટીસ અંગે મળેલ બેઠકમાં બીજી વખત પણ બજેટ નામંજૂર થયું છે.
ગ્રામ પંચાયતની મિટીંગમાં 6 સભ્યોની વિરૂઘ્ધમાં 8 સભ્યોની બહુમતીથી બજેટ નામંજૂર થતાં ચકચાર મચી જવા પામી છે. મોવીયા ગ્રામ પંચાયતના સત્તાધીશોને ઘરભેગા થવાનો માર્ગ મોકળો થયો છે. તાલુકાની સૌથી મોટા ગામની ગ્રામ પંચાયત સુપરસીડ થવાનો માર્ગ મોકળો થતા ગોંડલના રાજકારણમાં ભૂકંપ સર્જાયેલ છે.


Advertisement