મોરબીના બહાદુરગઢમાં રાજકોટના યુવાનની હત્યાના ગુનામાં ત્રણ અારોપીને જામીનમુકત કરતી હાઈકોટૅ

12 June 2018 05:20 PM
Morbi

હાઈવે પર હોટેલે અાહિરના બે જૂથ વચ્ચે તલવારરુછરી વડે સશસ્ત્ર ધીગાણુ ખેલાયંુ હતું

Advertisement

રાજકોટ તા. ૧ર મોરબી તાલુકાના બહાદુરગઢ ગામે હાઈવે પર હોટલે અાહીરના બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણમાં રાજકોટના યુવાનની હત્યા થઈ હતી. જે હત્યા પ્રકરણમાં ત્રણ અારોપીઅોની જામીન અરજી હાઈકોટૅ દ્રારા મંજૂર કરવામાં અાવી છે. કેસની વિગત મુજબ મોરબી તાલુકાના બહાદુરગઢ ગામે હાઈવે પરની પંજાબી ઢાબા હોટેલે અાહીરોના બે જુથો વચ્ચે ખુલ્લી તલવારો અને છરીઅોથી ખેલાયેલા લોહીયાળ જંગમાં રાજકોટના જીજ્ઞેશ નામના યુવાનની લોઢ ઢળી હતી. રાજકોટના યુવાન જીજ્ઞેશની હત્યા કરવાના તથા ગાડી બાળી નાખવાના ગંભીર ગુન્હામાં મોરબી પોલીસે પકડેલા બહાદુરગઢના ત્રણ સગા ભાઈઅો કાના વાઘા ચાવડા, ચંદુ વાઘા ચાવડા તથા દીનેશ વાઘા ચાવડાઅે પોતાના અેડવોકેટ મારફતે મોરબીની સેશન્સ કોટૅમાં જામીન અરજી કરી હતી. જે અરજી સેશન્સ કોટૅે માન્ય ન રાખતા હાઈકોટૅમાં ત્રણેય ચાવડા બંધુઅોઅે જામીન પર છુટવા કરેલી અરજીઅો હાઈકોટેૅ માન્ય રાખી ત્રણેય અારોપીને જામીન મુકયા કયાૅ હતા. અારોપી વતી રાજકોટનાં ધારાશાસ્ત્રી અભય ભારદ્રાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉધરેજા, શ્રીકાંત મકવાણા, સુમીત વોરા, અમૃતા ભારદ્રાજ, ગૌરાંગ ગોકાણી તથા અમદાવાદનાં ખીલન ચાંદ્રાણી કરી રહ્યા છે.


Advertisement