મુખ્યમંત્રીની સંવેદનશીલતા

12 June 2018 04:28 PM
Gujarat
Advertisement

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે ગાંધીનગરથી અમદાવાદ ખાતે કાર્યક્રમમાં જઇ રહ્યા હતા ત્યારે અમ્યાપૂર પાસે બાઇક સવાર લોકોને અકસ્માત નડયો હતો. મુખ્યમંત્રીએ તૂર્ત જ પોતાના કાફલાને રોકાવી તેની સાથે રહેલ એમ્બયુલન્સમાં ઇજાગ્રસ્તોને સારવાર અપાવી હતી અને 108ને બોલાવીને તમામને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડી ત્યાં પણ સઘન સારવાર મળી રહે તે જોવા જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં પ્રથમ 48 કલાકમાં ઇજાગ્રસ્તોને તાત્કાલીક સારવારનો રૂા.પ0 હજારનો ખર્ચ રાજય સરકાર ભોગવે છે અને દેશમાં આ પ્રકારનો નિર્ણય કરનાર ગુજરાત એક માત્ર રાજય છે.


Advertisement