વિરાટ કોહલીએ પપ્પી અને પત્ની અનુષ્કા સાથેનો ફોટો શેર કરતા ચાહકોએ કહ્યું બેમાંથી ત્રણ કયારે થાવ છો...?

12 June 2018 01:56 PM
Entertainment Sports
  • વિરાટ કોહલીએ પપ્પી અને પત્ની અનુષ્કા સાથેનો ફોટો શેર કરતા ચાહકોએ કહ્યું બેમાંથી ત્રણ કયારે થાવ છો...?

Advertisement

અમદાવાદ : ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી અત્યારે પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. અફઘાનિસ્તાન સામે શરૂ થઇ રહેલી એક માત્ર ટેસ્ટ પહેલા વિરાટ કોહલીએ પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથેનો ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં તેમની સાથે એક પપી પણ નજર આવી રહ્યો છે. આ ફોટો સોશીયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો. લોકોએ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો આ ફોટો સોશીયલ મીડિયા પર 22 લાખથી પણ વધુ લોકોએ લાઇક કર્યો હતો.
વિરાટે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો છે. આ તસવીરને તેના ફેન્સ ઘણી જ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધી આ ફોટોને 20 લાખથી વધારે લોકો લાઇક કરી ચુક્યા છે.
આ તસવીર પર ઘણા યૂઝર્સે કોમેન્ટ કરી છે. એક યૂઝરે લખ્યું કે, ‘વાહ 3, આ ક્યારે સાચુ પડશે?’ એક અન્ય પ્રશંસકે લખ્યું કે, ‘બહુ જલદી તમારા હાથમાં એક નાનું બાળક આવે આ રીતે રમવા-રમાડવા માટે.’ વિરાટ કોહલી અત્યારે રજાઓ માણી રહ્યો છે. તેણે તાજેતરમાં જ એક અન્ય તસવીર શેર કરી હતી જેમાં તે પોતાની મમ્મી અને બહેન સાથે ગાડીમાં બેઠેલો જોવા મળી રહ્યો હતો.


Advertisement