મોરબીના કવોરી ઉદ્યોગને થતો અન્યાય દુર કરો: એસો.ની કલેકટરને રજુઆત

12 June 2018 01:48 PM
Morbi
Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા)મોરબી તા.12
મોરબી જિલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ગઈકાલે કલેકટરને આવેદનપત્ર પાઠવીને જુદા જુદા મુદ્દે રજુઆત કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને રાજ્યના વિકાસમાં સહભાગી બનતા સ્ટોનક્રશર ઉદ્યોગને સરકાર દ્વારા જે અન્યાય કરવામાં આવે છે તેને દુર કરવાની માંગ કરવામાં આવી છે.
મોરબી જીલ્લા કવોરી એસો.ના આગેવાને કલેકટરને આવેદનપત્ર આપ્યા પછી માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ક્વોરી ઉદ્યોગ માટે આર.ટી.ઓ.માં ફરજીયાત સાધનો અને ખનીજનું વહન કરતા વાહનોનું રજીસ્ટ્રેશન કરવા માટે તેમજ ખાનગી જમીનમાં હરરાજીથી લીઝ આપવા સહિતના જુદા જુદા નિયમો બનાવવામાં આવ્યા છે જેના કારણે હાલમાં ક્વોરી ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઇ ગયો છે હાલમાં જે માંગણીઓ કરવામાં આવી છે તેમાં ક્વોરી ઉદ્યોગના વર્ષો જુના એ.ટી.આર બંધ કરવા, માઇનિંગ મશીનરી વાહનોનું રજીસ્ટ્રેશન, ક્વોરી ઝોન જાહેર કરવા, લીઝ વિસ્તારની માપણી, ખનીજ વહન, સ્ટોક રજીસ્ટર સહિતની પડતર માંગણીઓનો તાત્કાલિક નિકાલ કરવા માટેની માંગ કરી છે.


Advertisement