મોરબી: રમતા-રમતા ગુમ થઇ ગયેલા નેપાળી બાળકનું અંતે કુટુંબ સાથે મિલન

12 June 2018 01:45 PM
Morbi
  • મોરબી: રમતા-રમતા ગુમ થઇ ગયેલા
નેપાળી બાળકનું અંતે કુટુંબ સાથે મિલન

Advertisement

નાના બાળકો ઘણી વખત પોતાના ઘર પાસે રમતા રમતા દુર નીકળી જતા હોય છે અને ભૂલા પડી જતા હોય છે આવો જ બનાવ મોરબી નજીક અવની ચોકડી પાસે રહેતા નેપાળી પરિવાર સાથે ગઈકાલે બન્યો હતો જેમાં નેપાળી પરિવારનું આઠ વર્ષનું બાળક રમતા રમતા ગુમ થઇ ગયું હતું. જેથી તેનો શોધખોળ ધરતા અને આ બનાવની પોલીસને પણ જાણ કરવામાં આવી હોવાથી પોલીસે પણ તપાસ હાથ ધરી હતી દરમ્યાન બાળક તેના ઘર પાસેના જ વિસ્તારમાંથી મળી આવતા પોલીસે બાળકનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું
ગઈકાલે સવારે દસ વાગ્યે અવની ચોકડી પાસે રહેતા નેપાળી પરિવારનો 8 વર્ષીય બાળક રમતાં રમતાં ગુમ થઈ ગયો હતો જેથી પરીવારજનોએ બાળકની શોધખોળ હાથધરી હતી જો કે, બાળકનો કોઈ જગ્યાએથી પત્તો નહિ લગતા પરિવારજનો ચિંતાતુર બન્યો હતો. અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે તાત્કાલિક બાળકની શોધખોળ શરુ કરી હતી જો કે. બાળક તેના રહેણાંક વિસ્તારમાંથી જ મળી આવતા પોલીસે બાળકને તેના પરિવારજનોને સોપી દીધો હતો જેથી પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.


Advertisement