એક અંદાજ પ્રમાણએ ફુટબોલ વર્લ્ડ કપમાંથી ફિફાને 4.83 અરબ ડોલરની આવક થશે

12 June 2018 01:24 PM
Ahmedabad
  • એક અંદાજ પ્રમાણએ ફુટબોલ વર્લ્ડ કપમાંથી ફિફાને 4.83 અરબ ડોલરની આવક થશે

વિજેતાને 3.8 કરોડ ડોલર, રનર્સ અપને 2.8 કરોડ ડોલર, ત્રીજા સ્થાનની ટીમને 2.4 કરોડ ડોલર અને ચોથા સ્થાનની ટીમને 2.2 કરોડ ડોલરની ઇનામી રાશી મળશે

Advertisement

અમદાવાદ : ફુટબોલની રમતમાં મહાજંગ વર્લ્ડ કપની શરૂઆત 14 જુનથી રશીયામાં થઇ રહી છે. વિશ્વના લાખો-કરોડો લોકો દર ચાર વર્ષે આ ફુટબોલ વર્લ્ડ કપની આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે એક અંદાજ મુજબ ફુટબોલ વર્લ્ડ કપથી ફિફાને 4.83 અરબ ડોલરની કમાણી થવાનો અંદાજ માનવામાં આવી રહ્યો છે. પણ આ રકમનો મોટો ભાગ ફિફાને પુરસ્કાર અને પ્રોત્સાહન રાશિના રૂપમાં આપવો પડશે. આંકડા પ્રમાણે ફિફાએ આ વર્ષે વિજેતા ટીમને 3.8 કરોડ ડોલર આપવાનો નિર્ણય કર્યો છે. રનર્સ અપ ટીમને 2.8 કરોડ ડોલર મળશે. જ્યારે ત્રીજા સ્થાને રહેનારી ટીમને 2.4 કરોડ ડોલરનો પુરસ્કાર મળશે. ચોથા સ્થાને રહેલી ટીમને 2.2 કરોડ ડોલર મળશે.
આ સિવાય ક્વાર્ટર ફાઇનલ સુધી સફર કરનારી ટીમોને 1.6 કરોડ ડોલર તથા અંતિમ 16માં પહોંચનાર ટીમને 1.2 કરોડ ડોલર મળશે. 14 જૂનથી શરૂ થઈ રહેલા ફીફા વિશ્વ કપમાં 32 ટીમો ભાગ લઈ રહી છે. પ્રત્યેક ગ્રુપમાંથી 2 ટીમો નોકઆઉટમાં પ્રવેશ કરશે. ફીફા આ વર્ષે 79.1 કરોડ ડોલર પુરસ્કાર અને પ્રોત્સાહન રાશિના રૂપમાં વિતરિત કરી રહ્યું છે. આ રકમ બ્રાઝિલમાં 2014માં યોજાયેલા વિશ્વકપથી 21.5 કરોડ વધુ છે. 79.1 કરોડ ડોલરમાંથી 40 કરોડ ડોલર ટીમનોની વચ્ચે વહેંચવામાં આવશે, જ્યારે બાકીના 39.1 કરોડ ડોલર આયોજકો, તે ક્લબો જેના ખેલાડી વિશ્વકપમાં રમી રહ્યાં છે અને વિશ્વકપમાં ભાગ લેનારી તમામ ટીમને વિતરિત કરવામાં આવશે. વિશ્વકપમાં ભાગ લેનારી દરેક 32 ટીમોમાંથી દરેક ટીમને 15 લાખ ડોલર મળશે. ક્લબોની વાત કરીએ તો, આ વર્ષે વિશ્વકપમાં સૌથી વધુ આવક ઇંગ્લિશ પ્રીમિયર લીગ ક્લબ મૈનચેસ્ટર સિટીને થવાનો છે, જેના 16 ખેલાડી 8 અલગ અલગ દેશો માટે રમતા જોવા મળશે.
બીજા ક્રમે રિયલ મેડ્રિડ (15) અને ત્રીજા સ્થાને બાર્સિલોના (14) છે. વિશ્વકપથી સૌથી વધુ લાગ ઇંગ્લિશ પ્રીમિયર લીગ ક્લબોને થશે, જેના કુલ 38 ખેલાડીઓ આ વર્ષે રૂસમાં રમતા જોવા મળશે. આ ક્લબોમાં સિટી સિવાય, મેનચેસ્ટર યુનાઇટેડ, ટોટેનહમ હોટ્સ્પર અન ચેલ્સી સામેલ છે.


Advertisement