કચ્છ: બાળકોના અપહરણ-હત્યા કેસમાં જાતિય હુમલાનો પ્રયાસ થયાનું ખુલ્યું...

12 June 2018 01:20 PM
kutch

બાળકી ભાનમાં આવી: પુછપરછ માટે મંજુરી મંગાશે

Advertisement

ભુજ તા.1ર
ભુજ તાલુકાનાં અજરખપુર ગામમાં ભેદી સંજોગોમાં બે બાળકો ગુમ થઇ હતા અને તેઓ ગામથી થોડે દૂર આવેલા જંગલમાં મળ્યા હતા,જેમાં એકની હત્યા કરવામાં આવી હતી,જયારે બીજું બાળક બેશુદ્ધ હલતમાં મળી આવ્યું હતું. પોલીસની તપાસમાં નવી દર્દનાક વાત બહાર આવી છે જેમાં, માસૂમો પૈકી એક બાળક સાથે જાતીય હુમલો કરવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ બાળકી સાથે કાંઈ જ ન કરાયું હોવાનું અને આ બાળકી હાલમાં ભાનમાં હોવાનું બહાર આવ્યું છે. અજરખપુરમાં ખત્રી પરિવારના ગુમ થયેલા અને બાવળની ઝાડીઓમાંથી મળેલા દાનિયાલ સાથે જાતીય હુમલો કરવાની કોશિશ કરાઈ હોવાનું જામનગરના તબીબોના પ્રાથમિક રિપોર્ટમાં બહાર આવ્યું છે તેવું એસ.પી. એમ.એસ. ભરાડાએ જણાવ્યું હતું, પરંતુ આ બાળકનું મૃત્યુ ક્યાં કારણોસર થયું હતું તે હજુ બહાર આવ્યું નથી. આ અંગે વિશેરા રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા છે. ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ જ આ માસૂમ બાળકનું મોત કેવી રીતે થયું તે જાણી શકાય તેમ છે.
દરમ્યાન અમદાવાદ ખાતે સારવારમાં રહેલી રૂબાબા નામની બાળકી ભાનમાં આવી ગઈ છે. પરંતુ તે સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે, બાદમાં તબીબોની મંજૂરી પછી તેની પૂછપરછ કરવામાં આવશે. હાલમાં પોલીસે આ સંવેદનશીલ બનાવમાં સર્વગ્રાહી તપાસ હાથ ધરી છે.


Advertisement