બોટાદના પીઅેસઅાઈ અને પોલીસમેન લાંચ લેતા પકડાયા: મહિલા સહિત બે કોન્સ.ના નામ ખુલ્યા

12 June 2018 01:11 PM
Botad

ફાયનાન્સના હપ્તાનો ડખ્ખો પોલીસમાં પહોંચતા ખેલ ઉભો થયો

Advertisement

(વિપુલ હિરાણી) ભાવનગર તા. ૧ર ભાવનગર લાંચ રુશ્વત વિરોધીખાતાનાં સ્ટાફે બોટાદનાં પીઅેસઅાઈ અને પોલીસ કોન્સ્ટેબલને રૂા. રપ હજારની લાંચનાં છટકામાં ઝડપી લેતાં ચકચાર મચી જવા પામી હતી. અા બનાવમાં મહિલા અેસ.અાર.ડી. અને પોલીસ હેડ કોન્સ્ટેબલને શકદાર તરીકે પણ દશાૅવાયા છે. મળતી વિગતો મુજબ બોટાદનાં સંજયભાઈ વિહાભાઈ રાઠોડે પોતાનો અાઈશર ટેમ્પો અન્ય વ્યકિતને વેચાણથી અાપ્યો હતો. જેમાં ખરીદનાર વ્યકિત હપ્તાના પૈસા નહિ ભરતાં ફાઈનાન્સ કંપની દ્રારા સંજયભાઈ રાઠોડને નાણા ભરવા નોટીસ અપાતા અા મુદે બો વચ્ચે વિવાદ થયેલ અને બોટાદ પોલીસ સ્ટેશનમાં અરજી અપાઈ હતી. અા અંગે બો વચ્ચે સમાધાન કરાવી કોઈ કાયૅવાહી નહી કરવા અંગે બોટાદનાં પો.સ.ઈ. વી.વી. વસૈયાઅે રૂા. ૩૦ હજારની માંગણી કરી હતી. અને રૂા. રપ હજારમાં રકમ ફિકસ થઈ હતી. અાથી ટેમ્પો માલીક સંજયભાઈ રાઠોડઅે અા અંગે લાંચ રુશ્વત વિરોધી ખાતાને જાણ કરતા લાંચ રુશ્વત વિરોધી ખાતા ભાવનગરનાં પી.અાઈ. ઝેડ.જી. ચૌહાણ, હે.કો. સતીષભાઈ ચૌહાણ, મહાવીરસિંહ વિગેરેઅે છટકંંુ ગોઠવી પી.અેસ.અાઈ. ની સુચનાથી રૂા. રપ હજારની લાંચની રકમ લેતા પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઈ વિરજીભાઈ પરમારને તથા પી.અેસ.અાઈ. વી.જી. વસૈયાને પણ ઝડપી લીધા હતા. જાે કે લાંચની રકમ સગેવગે થઈ હતી જેમાં અેસઅારડી મહિલા કાયૅવાહી રિમિકા મકવાણા અને હે.કો. સંજય અાલગોતર લાંચની પાવડર છાટેલી અા રકમ લઈ ત્યાંથી ભાગી છુટયા હોવાની અેસીબીઅે શંકા જતાવી શકદાર તરીકે તેની સામે પણ ફરીયાદ નોંધાવી છે. અા બનાવથી પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી હતી.


Advertisement