પૂવૅ મ્યુ. પ્રમુખ પર હુમલારુગુંડાગીરી સામે પોરબંદર સવારે બંધ

12 June 2018 12:24 PM
Porbandar
  • પૂવૅ મ્યુ. પ્રમુખ પર હુમલારુગુંડાગીરી સામે પોરબંદર સવારે બંધ
  • પૂવૅ મ્યુ. પ્રમુખ પર હુમલારુગુંડાગીરી સામે પોરબંદર સવારે બંધ
  • પૂવૅ મ્યુ. પ્રમુખ પર હુમલારુગુંડાગીરી સામે પોરબંદર સવારે બંધ
  • પૂવૅ મ્યુ. પ્રમુખ પર હુમલારુગુંડાગીરી સામે પોરબંદર સવારે બંધ

ચૂંટણીની અાગલી રાત્રે જ લોહાણા સમાજના અગ્રણી મજીઠીયાના ઘરે થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત બજારો, બંદર વિસ્તાર, પેટ્રોલ પંપો બંધ : ધંધા ખુલ્લા રાખવા હિત રક્ષક સમિતિની અપીલ : પોલીસ કડક પગલા લે તેવી માંગણી

Advertisement

પોરબંદર, તા. ૧ર અેક સમયે શિકાગો ગણાતા પોરબંદર શહેરમાં ગુંડાગીરી બેફામ હતી અને હાલની પરિસ્થિતિ પણ કંઈક ફરીથી અાવી જ જોવા મળે છે. શહેરના લોહાણા સમાજના અાશાસ્પદ વેપારી નવયુવાન અને પોરબંદર નગરપાલિકાના પૂવૅ પ્રમુખ પંકજ મજીઠીયાના ઘરે થયેલા હુમલા બાદ શહેરના મહાજન વગૅ અને વેપારી અાલમ દ્વારા તેમજ બંદર વિસ્તાર, મુખ્ય માકેૅટ સહિતના વેપારીઅોઅે સ્વેચ્છાઅે બંધ પાળી ગુંડાગીરીનો વિરોધ દશાૅવ્યો હતો. અા દરમિયાન જાહેર હિત રક્ષક સમિતિઅે પ્રતિક્રિયા અાપતા વેપારીઅોને રાબેતા મુજબ ધંધા રોજગાર શરૂ રાખવા અપીલ કરી હતી. જોકે શહેરના તમામ પેટ્રોલ પંપ બંધ રહયા છે. નગરપાલિકાના પ્રમુખ તરીકે દાવેદાર અેવા મીલપરામાં રહેતા યુવાને ચૂંટણીના મનદુ:ખને કારણે બે અન્ય શખ્સો સાથે મળીને મોડી રાત્રે પાલિકાના પૂવૅ પ્રમુખના ઘરે જઈને ત્રણ કાર અને ત્રણ બાઈક સહિત અોફિસમાં તોડફોડ કરી બે લાખ રૂપિયાનું નુકસાન કરી ધમકી અાપી નાસી છુટતા પોલીસ ફરીયાદ નોંધવામાં અાવી છે. પોરબંદર નગરપાલિકા પ્રમુખરુઉપપ્રમુખપદની ચૂંટણીગત બપોરે યોજાય તે પૂવેૅ જ રવિવારે રાત્રે સવા વાગ્યાના સુમારે પાલિકાના પ્રમુખ તરીકે જેનું નામ નિશ્ર્િચત મનાતું હતું તેવા ભરત ઉફેૅ ભલા મૈયારીયા અને તેની સાથે રહેલા બે સાગ્રીતો ધોકા લઈને નગરપાલિકાના પૂવૅ પ્રમુખ પંકજ મજીઠીયાના ખીજડી પ્લોટ સામે અાવેલા ઘરે ધસી ગયા હતા. રાત્રીના સવા વાગ્યે પંકજ મજીઠીયા ઉપરાંત અન્ય સુધરાઈ સભ્યો અને તેમના મિત્રવતુૅળના યુવાનો બેઠા હતા ત્યારે અાવેલા શખ્સોઅે ડેલામાં ઘુસી પાકૅ કરેલા વાહનો પૈકી ત્રણ કાર અને ત્રણ મોટરસાયકલ સહિત અોફિસના દરવાજાના કાચમાં તોડફોડ કરીને હુમલો કરી નાસી છુટયા હતા. નગરપાલિકાના પૂવૅ પ્રમુખ પંકજ મજીઠીયાના ઘરે અગાઉ પણ અા રીતે હુમલો થઈ ચુકયો હતો. અને સોમવારે પાલિકાના પ્રમુખરુઉપપ્રમુખપદની ચૂંટણી યોજાય તેની પૂવૅ ગતિઅે ચૂંટણીના મનદુ:ખને કારણે અા હુમલો થયો હતો. નગરપાલિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ભરત ઉફેૅ ભલા મૈયારીયાનું નામ નિશ્ર્િચત હતું અને સોમવારે તેમાં કોઈ મોટી ચડરુઉતર થાય તેવું માનીને અા હુમલો થયાનું ચચાૅઈ રહયું છે. અામ છતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં અાવી છે. પાલિકાના પૂવૅ પ્રમુખ પંકજ મજીઠીયાના ઘરે સીસીટીવી કેમેરા ફીટ કરવામાં અાવ્યા છે તેથી મોટર સહિતની તોડફોડની ઘટનાના તમામ દ્રશ્યો સીસીટીવી ફુટેજમાં કેદ થઈ ગયા છે. પોરબંદરમાં ભલા મૈયારીયાઅે અગાઉ પાલિકાના પૂવૅ પ્રમુખ અને નટવરસિંહજી કબલના તત્કાલીન પ્રમુખ સ્વ. ડોલરભાઈ ચોટાઈના ઘરે જઈને પણ મોડી રાત્રે ધોકા લઈને તોડફોડ કરી હતી. અેટલું જ નહીં, પરંતુ તે વખતે પણ લોહાણા સમાજ અેકત્ર થઈ ગયો હતો અને હવે પાલિકાના પૂવૅ પ્રમુખ અને લાયન્સ કલબના પ્રમુખ પંકજભાઈ મજીઠીયાના ઘરે બીજી વખત હુમલો થતા લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઈ કારીયા સહિત મંત્રી રાજુભાઈ લાખાણી, રાણાવાવ લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઈ રાજાણી, ચંદ્રેશભાઈ સામાણી વગેરે મહાજન અગ્રણીઅો પંકજ મજીઠીયાના ઘરે દોડી ગયા હતા. ઉચ્ચકક્ષાઅેથી પક્ષલેવલે પણ કડક પગલા લેવાવા જોઈઅે તેવું જણાવ્યું હતું. પોરબંદરના સોશ્યલ મીડીયામાં રાજકીય ગુંડાગીરી અંગે ભારે ટીકા થઈ રહી છે. સોશ્યલ મીડીયામાં અેવી પોસ્ટ ફરતી કરવામાં અાવી છે કે અાવારા તત્વો સતાના મોહમાં કોઈપણ હદસુધી જઈ શકે છે. તોડફોડ કરનાર સુધરાઈ સભ્ય ભલા મૈયારીયા અને તેના સાગ્રતિોની પોલીસે પણ શોધખોળ હાથ ધરી છે. પાલિકાના પૂવૅ પ્રમુખ પંકજ મજીઠીયાઅે અેવું જણાવ્યું હતું કે તેના ઘરે તોડફોડ કરીને નાસી છુટેલા ભલા મૈયારીયાઅે ત્રણેક વાગ્યા અાસપાસ મોબાઈલ કરીને અેવું જણાવ્યું હતું કે 'હું તને મારી નાખીશ' ! અામ ફોનમાં ખૂનની ધમકી પણ અાપતા બનાવની ગંભીરતા વધી ગઈ છે.


Advertisement