જેટઝડપે વાહનો ચલાવનારાઓ પર હવે સકંજો કસાશે

12 June 2018 12:04 PM
Ahmedabad
  • જેટઝડપે વાહનો ચલાવનારાઓ પર હવે સકંજો કસાશે

રાજકોટ સહીત ચાર શહેરો માટે પોલીસને એક એક હાઈ સ્પીડ વાહન અપાશે. દરેક જીલ્લાને બે-બે ઈન્ટર સેપ્ટર વ્હીકલ ફાળવાશે

Advertisement

અમદાવાદ તા.12
નવા જમાનાના જેટ ગતિએ દોડતા વાહનોને અંકુશમાં લેવાનું પોલીસ માટે પણ મુશ્કેલ બન્યુ છે. જયારે આવા વાહન ધારકોને સાણસામાં લેવા માટે સ્પીડગન સાથેના નવા 66 ઈન્ટર સેપ્ટર વાહનો ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નવા 66 ઈન્ટર સેપ્ટર વાહનોમાંથી રાજયના તમામ 33 જીલ્લાના બે બે વાહનોને ફાળવણી કરવામાં આવશે.
ચકચકાટ રસ્તાઓ તથા આધુનિક ટેકનોલોજી ધરાવતા વાહનો શહેરી માર્ગો પર પણ ફુલસ્પીડે દોડે છે તેને પકડવાનું ટ્રાફીક પોલીસ માટે પણ મુશ્કેલ છે. ફુલસ્પીડે દોડતા વાહનોને કારણે વખતો વખત જીવલેણ અકસ્માતો પણ સર્જાતા રહે છે. હવે તે રોકવાની દિશામાં પોલીસને મહત્વપૂર્ણ મદદ મળે તેમ ઈન્ટર સેપ્ટર વાહનોની ખરીદી કરવામાં આવશે તેના આધારે જેટ ગતિએ દોડતા વાહનોની સ્પીડ ચકાસી શકાશે. ઉપરાંત પીછો કરીને પકડી પણ શકાશે.
સ્ટેટ ટ્રાફીક બ્રાંચના વડા વિપુલ વિજોણે કહ્યું કે વાહનો ગતિ મર્યાદામાં ચલાવવાનુ છેવટે તો ચાલકના હાથમાં છે. છતા તેજ ગતિથી વાહનો નહી દોડાવવા માટે ખાસ જાગૃતિ અભિયાન ચલાવવાની વિચારણા છે.વાહનો વેચતા શોરૂમ ર તથા તેની આસપાસ પોસ્ટર લગાવાશે ઉપરાંત લોકોને પેમ્પલેટ અપાશે. વાહન વિક્રેતાઓ ણ વાહનની ડીલીવરી પૂર્વે ગ્રાહકોને તેજ ગતિ સામે સાવધ કરે તેવી પ્રક્રિયા કરાશે.
ટ્રાફીક બ્રાંચના એક સીનીયર અધિકારીએ એમ કહ્યું હતું કે રાજયમાં જીવલેણ પ્રાણઘાતક અક્સ્માતોની સંખ્યામાં 10.4 ટકાનો ઘટાડો થયો છે. છતાં મોટાભાગની દુર્ઘટનાઓ પાછળના મુખ્ય કારણ ઓવરસ્પીડ જ હોવાનું માલુમ પડયુ છે. 2016 માં પ્રાણઘાતક અકસ્માતોની સંખ્યા 8136 હતી તે 2017 માં ઘટીને 7289 હતી. ટ્રાફીક માટે 250 કરોડનું બજેટ માંગવામાં આવ્યુ હતું. તેમાંથી 200 કરોડની ફાળવણી થઈ છે અને 49 કરોડ છુટા પણ કરી દેવામાં આવ્યા છે. તેમાંથી 66 ઈન્ટર સેપ્ટર વાહનો ખરીદવામાં આવશે.9.90 કરોડના ખર્ચે ખરીદનારા આ વાહનોમાં સ્ડગન હશે.દરેક જીલ્લાને આવા બે-બે વાહન પાળવવામાં આવશે.
ટ્રાફીક બ્રાંચ પાસે અત્યારે પણ ઈન્ટર સેપ્ટર વાહનો છે. પરંતુ તે ખખડધજ થઈ ગયા છે અને પુરઝડપે જતાં વાહનોનો પીછો કરીને પકડી શકે તેમ નથી.
સ્ટેટ ટ્રાફીક બ્રાંચ 68 હાઈસ્પીડ વાહનો પણ ખરીદશે જે એકસપ્રેસને તથા ધોરી માર્ગ પણ રાખવામાં આવશે. રાજકોટ, અમદાવાદ, સુરત તથા વડોદરા માટે પણ આવા એક એક વાહન ફાળવવામાં આવશે. 25 કરોડના ખર્ચે આવા જુદા જુદા વાહનો ખરીદાશે.


Advertisement