જસદણ કાઠી ક્ષત્રિય સમાજની સૂર્યસેનામાં પ્રમુખપદે ગભરૂભાઇ ધાધલની વરણી

09 June 2018 01:43 PM
Jasdan
  • જસદણ કાઠી ક્ષત્રિય સમાજની સૂર્યસેનામાં
પ્રમુખપદે ગભરૂભાઇ ધાધલની વરણી

Advertisement

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.9
ગુજરાત સરકાર મા રજીસ્ટ્રેશન થયેલી તેમજ સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્રમા સક્રિયતા થી કાર્યરત થયેલી કાઠી ક્ષત્રિય સમાજ ની સંસ્થા "સુર્યસેના" ના જસદણ તાલુકા પ્રમુખ પદે ગભરૂભાઈ ઉનડભાઈ ધાધલ - ઉપપ્રમુખ પદે પી. જે. વાળા - મહામંત્રી પદે માલદીપભાઈ બોરીચા જેવા સક્રિય યુવા કાર્યકરો ની વરણી થતા સમગ્ર જસદણ પંથકના કાઠી ક્ષત્રિય સમાજ મા આનંદની લાગણી પ્રસરી છે.
જસદણ પંથકમાં ’સુર્યસેના" સક્રિય થતા જસદણ દરબાર સાહેબ સત્યજીતકુમાર ખાચર, ભુપતભાઈ વાળા (દડવાવાળા) બાવલીભાઈ ધાધલ રાજુભાઈ ધાધલ પ્રતાપભાઈ બોરીચા વિજયભાઈ જળુ કાર્તિકભાઈ હુદડ જયુભાઈ બોરીચા ડિસ્ટ્રીકભાઈ ખાચર કુલદીપભાઈ પટગીર સહિત ના કાઠી ક્ષત્રિય સમાજ ના આગેવાનો એ નવ નિયુક્ત હોદ્દેદારોએ આવકારેલ છે.


Advertisement