સૌરાષ્ટ્રના સંક્ષીપ્ત સમાચાર

09 June 2018 12:30 PM
Saurashtra
Advertisement

ગ્રામીણ ડાકસેવા શરૂ :
સોળ દિવસની લાંબી લડત બાદ તારીખ:6/6/2018 બુધવારના રોજ કેબિનેટ મિટિંગમાંG.D.S ની માંગણી સ્વીકારેલ હોય આ તકે પુરી નીડરતાથી જોડાયેલ તમામG.D.Sભાઈબહેનો નો ખુબ ખુબ આભાર. આ લડતમાં જેમનો પૂરો સહકાર મળેલ છે એવા ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારા સભ્ય, ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ વિનુભાઈ ઘેરવળા, ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર, ઉપલેટા શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુભાઈ ડેર,કમલેશભાઈ વ્યાસ,બિરાદર ડાયાભાઈ ગજેરા,દિનેશભાઈ,શ્રી હરિભાઈ ઠુમમર,સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખ પ્રદીપભાઈ જોષી, જગદીશભાઈ પંડિત,કિશાન આંદોલનના પાનેરાભાઈ,તથા નામી અનામી ભાઈઓ. આ લડતમાં જેમનો ખુબજ સાથ-સહકાર મળેલ છે.
રાજકોટ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ધારાસભ્યને રજૂઆત કરાય :
રાજકોટ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના ઉપપ્રમુખ અજયસિંહ જાડેજા તેમજ શરદભાઈ દવે સહિતનાઓ દ્વારા ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા ને રજૂઆત કરી જણાવવામાં આવ્યું હતું કે તલાટી-કમ-મંત્રીની નોકરીમાં નોકરીની દાખલ તારીખ વર્ષ 2006 પહેલાના તલાટી કમ મંત્રીઓની સળંગ નોકરીની અને સિનિયોરીટી ની વિસંગતતા દૂર કરવા બાબત સરકારને રજુઆત કરવા જણાવાયું હતું.
ગોંડલમાં કાપડની થેલીનું વિતરણ :
વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગોંડલ નગર પાલિકા દ્વારા ગોંડલ શાકમાર્કેટ ખાતે શાકભાજી લેવા આવતા ગ્રાહકોને પ્લાસ્ટિકના ઝબલાંના ની જગ્યાએ કાપડની થેલીનું વિતરણ કર્યું. હતું આ તકે ગોંડલ નગર પાલિકાના ચીફ ઓફિસર એચ.કે.પટેલ, ગોંડલ શહેર ભાજપ પ્રમુખ શશિકાન્તભાઈ રૈયાણી, મનુભાઈ કોટડીયા વિનયભાઈ રાખોલીયા, નરેન્દ્રસિંહ જાડેજા તથા રોટરી કલબ ગોંડલ, લાયન્સ કલબ ગોંડલ તેમજ પતંજલિ ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા.
ગોંડલ શહેર વિસ્તારમાં પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા નગરપાલિકા તંત્રની શહેરીજનોને તાકીદ :
ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે કે 20 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિક વપરાશ બિનઅધિકૃત છે, રિસાયકલ કરેલા કાળા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં, ખાણીપીણી માટે પ્લાસ્ટિકના ઝબલાં ઉપયોગ કરવો નહીં, શાકમાર્કેટના વેપારીઓએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં, પાતળા પ્લાસ્ટિકના ચાના કપ નો ઉપયોગ બંધ કરવો, પાન-મસાલા પ્લાસ્ટિકમાં આપવા નહીં, પાન-મસાલાના વેપારીઓએ ધંધાના સ્થળથી આગળ પૂરતી ક્ષમતા વાળા ડસ્ટબિન રાખવા અને કચરો ડસ્ટબીનમાં નાખવાની સૂચના જાહેરમાં લોકો જોઈ શકે એ રીતે લખીને રાખવી, કોઈપણ વેપારીના ધંધાની આજુબાજુ કચરો માલુમ પડશે તો નગરપાલિકા સ્થળ ઉપર જ જે તે વેપારી પાસે વહીવટી ચાર્જ વસુલ કરશે.
અમરેલી જીલ્લા ભાજપના મંત્રી ભરતભાઇ વેકરીયાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય તરીકે નિમણૂંક :
અમરેલી જીલ્લા ભાજપના મંત્રી અને ચલાલા શહેર ભાજપના પ્રભારી અને ગત ન.પા.ની ચુંટણીમાં શહેર ભાજપની ટીમનો વિજય બનાવવા અથાગ મહેનત અંતે યોગ્ય માર્ગદર્શન આપેલ એવા ભરતભાઇ વેકરીયાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ તરીકે નિમણૂંક થઇ છે.
ગોંડલ સદ્દદર્શન ટ્રસ્ટ આયોજીત સત્સંગ કાર્યક્રમ :
પવિત્ર પુરૂષોત્તમ માસને અનુલક્ષીને સદ્દદર્શન સંસ્થા દ્વારા સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. શનિવાર 9-6-18 સત્સંગ કાર્યક્રમ અને 10-6-18ના રવિવાર એકાદશી શ્રી વિષ્ણુ ભગવાનની મહાપુજા પ્રવકતા સ્વામીની શુભાત્માનંદ સરસ્વતી (માતાજી) સમય સાંજે પ:30 થી 7:00 સ્થળ શ્રી સિધ્ધી વિનાયક ગણપતિ મંદિર પંચવટી સોસાયટી લાલપુલ પાસે ગોંડલ તો દરેક ધર્મ પ્રેમી ભાઇ બહેનોને લાભ લેવા આમંત્રણ છે.


Advertisement