હનીપ્રીતની જામીન અરજી રદ કરતી કોર્ટ

08 June 2018 10:59 PM
Rajkot India
  • હનીપ્રીતની જામીન અરજી રદ કરતી કોર્ટ

Advertisement

દુષ્કર્મના મામલામાં ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત સિંહ રામ રહીમને સજા આપ્યા પછી થયેલી હિંસાના મામલામાં પંચકૂલાની એક અદાલતે ગુરુવારે ગુરમીતની માનેલી પુત્રી હનીપ્રીતની જામીનની અરજીને રદ્દ કરી દીધી હતી.

હનીપ્રીતે કોર્ટમાં દલીલ કરી હતી કે હિંસાની ઘટનાના આરોપમાં તેને 245 દિવસ સુધી જેલમાં રાખ્યા પછી પણ હરિયામા પોલીસને અત્યાર સુધી તેની વિરુદ્ધ કોઈ પુરાવા મળી શક્યા નથી. વકીલે અદાલતને કહ્યું હતું કે હનીપ્રીતને જે આરોપોમાં પોલીસે પકડી છે, તે આરોપોમાં બીજા લોકોને જામીન મળી ચૂકી છે.

ગુરમીત રામરહીમને સજા આપ્યા પછી પંચકૂલામાં ઓગષ્ટ 2017માં થયેલી હિંસાની ઘટનાની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમે હનીપ્રીત વિરુદ્ધ ગયા વર્ષે રાજદ્રોહનો આરોપ લગાવ્યો છે. હનીપ્રીતનું અસલ નામ પ્રિયંકા તનેજા છે. તે ગયા વર્ષના ઓક્ટોબર મહિનાથી અંબાલાની સેન્ટ્રલ જેલમાં બંધ છે. પોલીસે દાવો કર્યો છે કે તે ડેરા પ્રમુખની સૌથી નજીકની સહયોગી છે અને ડેરા પ્રમુખના કાર્યલયો અને પંચકૂલા અને અન્ય જગ્યાઓ પર 25 ઓગષ્ટના રામ રહીમને સજા આપ્યા પછી થયેલી હિંસા અંગે ઘણું જાણતી હતી.


Advertisement