પ્લેનમાં જ આવ-જા કરવી છે ? તો કરો નોકરી આ કંપનીમાં !!

08 June 2018 10:34 PM
Rajkot World
  • પ્લેનમાં જ આવ-જા કરવી છે ? તો કરો નોકરી આ કંપનીમાં !!
  • પ્લેનમાં જ આવ-જા કરવી છે ? તો કરો નોકરી આ કંપનીમાં !!
  • પ્લેનમાં જ આવ-જા કરવી છે ? તો કરો નોકરી આ કંપનીમાં !!
  • પ્લેનમાં જ આવ-જા કરવી છે ? તો કરો નોકરી આ કંપનીમાં !!

હ્યુસ્ટનમાં આવેલા લો ફર્મ પેટ્રર્સન અને શેરિડેનના સેન ફ્રાન્સિસ્કો કંપનીનો નવતર પ્રયોગ !

Advertisement

તમે કામકાજથી બહાર જતા અનેક લોકોને જોયા હશે અને હંમેશા એ જ જોયુ હશે કે તેઓ કાર, બસ, ઓટો, સ્થાનિક ટ્રેનથી જતા હોય પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ ઓફિસની બહાર કામ કરવા માટે પ્લેનથી ગયુ હોય. કદાચ તમે ક્યારેય સાંભળ્યું નહી હોય, પરંતુ હ્યુસ્ટનમાં એક અત્યંત આશ્ચર્યજનક કરનાર સમાચાર સામે આવ્યા છે. જ્યાં ઓફિસના કામ માટે જ્યારે કર્મચારીઓ બહાર જાય છે ત્યારે તેમને પ્લેનથી મોકલવામાં આવે છે.

હ્યુસ્ટનમાં આવેલા લો ફર્મ પેટ્રર્સન અને શેરિડેનના સેન ફ્રાન્સિસ્કોમાં ગ્રાહકોને મળવા પર વકીલો મોકલવા માટે પ્લેન સેવાઓ ચાલુ કરી છે. જેના માટે કંપનીએ 3 મિલિયન ડોલરનો ખર્ચ કરીને ખાનગી પ્લેન ખરીદ્યું છે.

કંપનીએ તેના પાછળના કારણને જણાવ્યું હતું કે તેમને સ્થાનિક વકીલ હાયર કરવાનું ખૂબ મોંઘું પડી રહ્યું છે અને કારણ કે લોકલ વકીલો હાયરિંગ કરવાનો ખર્યો કર્મચારીઓને ફીલ્ડવર્ક પર મોકલવાથી પણ મોંઘો હતો. તેથી કંપનીએ નિર્ણય કર્યો કે તે ઓફિસથી જ પ્લેન દ્વારા તેના કર્મચારીઓને તેના ગ્રાહકો સુધી મોકલવામાં આવશે. આમ કરવાથી કંપનીની પ્રતિષ્ઠા વધશે.
Advertisement