ભારતની જૂની ચલણી નોટોનો પાકિસ્તાન દ્વારા ગેરઉપયોગ !!

08 June 2018 10:14 PM
Rajkot India World
  • ભારતની જૂની ચલણી નોટોનો પાકિસ્તાન દ્વારા ગેરઉપયોગ !!

પાકિસ્તાન જૂના ચલણને પોતાના પ્રિન્ટિંગ પ્રેસમાં લાવી એમાં લાગેલા સિક્યોરિટી વાયરને કાઢવાની તૈયારીમાં

Advertisement

હવે પાકિસ્તાન ભારતની જૂની નોટમાંથી નવી નકલી નોટ બનાવી રહ્યું છે. આના માટે તે નેપાળમાં ફેલાયેલી આઇએસઆઇની જાળનો ઉપયોગ કરી રહ્યું છે, જેમાં ખૂબ જ સસ્તા ભાવે પ્રતિબંધિત ભારતીય ચલણ ખરીદીને પાકિસ્તાનના બે પ્રિન્ટિંગ પ્રેસમાં મોકલવાનું કામ ચાલી રહ્યું છે.

ભારતીય તપાસ એજન્સીઓએ દાવો કર્યો છે કે પાકિસ્તાન મોટી સંખ્યામાં નેપાળના માર્ગે ભારતની નવેમ્બર 2016માં પ્રતિબંધિત જાહેર થયેલી 500 અને 1000ના દરની નોટો ખરીદી રહ્યું છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પાકિસ્તાની ગુપ્તચર સંગઠન આઇએસઆઇ નેપાળસ્થિત સ્મગ્લર્સની મદદથી આ પ્રતિબંધિત ચલણને કરાંચી અને પેશાવરના પ્રિન્ટિંગ પ્રેસમાં પહોંચાડવાનું કામ કરી રહી છે.

નોટબંધીની જાહેરાત કરતી વખતે PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન 500 અને 1000ના દરની નકલી ભારતીય નોટ બનાવીને આતંકવાદી પ્રવૃત્તિઓ કરી રહ્યું છે, માટે લીધેલો નોંધબંધીનો નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આને કારણે દક્ષિણ એશિયા ક્ષેત્રમાં આતંકવાદ પર કાબૂમાં પણ આવશે.

સૂત્રોએ દાવો કર્યો છે કે ભારતમાં હાલમાં ચાલી રહેલી 50, 500 અને 2000 દરની નવી નોટની નકલ કાઢવામાં પાકિસ્તાન તૈયારી કરી રહ્યું છે. આ કામ માટે અત્યારે મોટી સંખ્યામાં નેપાળના રસ્તે ભારતની પ્રતિબંધિત ચલણની ખરીદી થઈ રહી છે. પાકિસ્તાન જૂના ચલણને પોતાના પ્રિન્ટિંગ પ્રેસમાં લાવી એમાં લાગેલા સિક્યોરિટી વાયરને કાઢવાની તૈયારીમાં છે, જેથી આ વાયરનો ઉપયોગ તે ભારતની નવા ચલણની નકલ કરવામાં ઉપયોગ કરી શકે.


Advertisement