'નાસા'ને મળ્યો મહત્વનો પુરાવો : મંગળ પર જીવન શક્ય છે ?!!

08 June 2018 10:09 PM
Rajkot India World
  • 'નાસા'ને મળ્યો મહત્વનો પુરાવો : મંગળ પર જીવન શક્ય છે ?!!

Advertisement

નાશાના વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહ પર કેટલાક ઓર્ગેનિક કંપાઉન્ડના અંશ મળ્યા છે. સાથે જ વાતાવરણમાં રહેલા મિથેન ગેસમાં કેટલાક વાતાવરણના ઉતાર-ચઢાવની અસર પણ જોવા મળી છે. મંગળ ગ્રહ પર જીવનની તપાસ અંગે નાસાની અત્યારની રિપોર્ટમાં અપાયેલ આ જાણકારી મંગળ પર જીવન અંગે અત્યાર સુધીનો સૌથી મોટો પુરાવો છે.

3.5 બિલિયન વર્ષ પહેલાના પથ્થરને માત્ર 2 ઇંચ સુધી ખોદવાથી બે અલગ અલગ જૈવિક અણુ મળ્યાં છે. પહેલા જ્યારે મંગળ ગ્રહ આજની તુલનામાં ગરમ અને ભીનો હતો ત્યારે ત્યાં ગેલ ક્રેટર એક સરોવર જેવું દેખાતું હતું. હવે તે એક ખડક બની ગયો છે. આ ખડકના પથ્થરને ખોદવાથી આ જૈવિક પ્રમાણ મળ્યું છે.

સાથે જ વાતાવરણના મિથેનમાં મળેલા વાતાવરણના ઉતાર-ચઢાવના પ્રમાણે મંગળ પર જીવનની શોધ અંગેની જીજ્ઞાશા વધારી દીધી છે. ધરતી પર મિથેન બને છે તે તમામ જૈવિક પ્રક્રિયાઓ પછી જ બને છે. પરંતુ વૈજ્ઞાનિકોનું એવું પણ માનવું છે કે મિથેનને જીવન સાથે અત્યારે જોડવું થોડું જલ્દી હશે.

વૈજ્ઞાનિકો પ્રમાણે જૈવિક અણુને જીવનનો આધાર માનવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ આ જૈવિક અણુ અજૈવિક કેમિકલ રિએક્શનના કારણે પણ બની શકે છે. તે કહેવું પણ અત્યારે યોગ્ય નથી કે મળેલા જૈવિક તત્વ બાયોલોજીકલ રિએક્શનથી બન્યા છે કે નહીં.


Advertisement