તો..આત્મહત્યા કરી લઈશ : આંધ્ર પ્રદેશના ડે.સીએમનું ચૌકાવનારૂ નિવેદન

08 June 2018 10:04 PM
Rajkot India
  • તો..આત્મહત્યા કરી લઈશ : આંધ્ર પ્રદેશના ડે.સીએમનું ચૌકાવનારૂ નિવેદન

આંધ્રપ્રદેશના ઉપમુખ્યમંત્રી કૃષ્ણમૂર્તિએ કહ્યું, કોંગ્રેસ સાથે ગઠબંધન થશે તો કરી લઈશ આત્મહત્યા

Advertisement

અમરાવતી : તેલુગૂ દેશમ પાર્ટી (ટીડીપી) અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની સંભાવનાઓ વિશે વરિષ્ઠ પાર્ટી નેતા અને આંધ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કે. ઈ. કૃષ્ણમૂર્તિએ બુધવારે કહ્યું કે, જો આવું થશે તો તેઓ ફાંસી લગાવી લેવા માટે તૈયાર છે. કૃષ્ણમૂર્તિએ પોતાના શહેર કર્નૂલમાં પત્રકારોને સંબોધન કરતાં જણાવ્યું કે, ટીડીપીનું કોંગ્રેસ સાથે ગઠબંધનનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. જો આવું થાય છે તો હું ફાંસીએ લટકવા માટે તૈયાર છું.

તેમણે કહ્યું કે, તેઓ આ પોતાની પાર્ટી તરફથી નિવેદન આપી રહ્યાં છે, આ તેમનું વ્યક્તિગત નિવેદન નથી.જો કે, મૂર્તિએ કહ્યું કે, સામાન્ચ ઈલેક્શન પહેલા જ ગમે તે રીતના ગઠબંધન વિશે નિર્ણય લેવામાં આવશે. બેંગ્લોકમાં હાલમાં જ પાર્ટી અધ્યક્ષ ચંદ્રબાબૂ નાયડૂ દ્વારા રાહુલ ગાંધી સાથે મંચ પર નજર પડ્યા બાદ ટીડીપી અને કોંગ્રેસ વચ્ચે વધી રહેલા સંબંધો વચ્ચે આ નિવેદન રજુ થયું હતું.


Advertisement