પાલતુ શ્ર્વાનની જેમ તમારો સામાન લઈ પાછળ ચાલતો રોબો

08 June 2018 11:16 AM
Technology
  • પાલતુ શ્ર્વાનની જેમ તમારો સામાન લઈ પાછળ ચાલતો રોબો

આજનો જમાનો ઓટોમેશનનો છે. વિકસીત દેશોમાં મજુરો મોંઘા પડે છે. અમુક કામ એવા હોય છે જેમાં ઝાઝી બુદ્ધિ અથવા કૌશલ્યની જરૂર નથી. છતાં, પરાણે માણસ તો રાખવો જ પડે છે. કર્મચારીઓના પગાર હવે પોષાતા નથી એટલે નાના મોટા કામ કરવા રોબોટનું સર્જન થઈ રહ્યું છે. પિયાજીઓ કંપનીએ હળવો સામાન ઉંચકવા રોબો વાહન બનાવ્યું છે. તમારા કાર્ડ બેન્ડ બાંધી લો એ પછી એ તમારી પાછળ આપોઆપ ચાલશે.

Advertisement

જુની પેઢીના લોકો માટે વેસ્પા (વાસ્પા)નું નામ અજાણ્યું નથી. એક જમાનામાં સ્કુટરનું બીજું નામ વેસ્પા જ પ્રચલીત હતું. એના લોબિંગના 72 વર્ષ પછી ઈટાલીની વાહન નિર્માતા કંપની પિયાજીયો હવે કાર વગર તમે ફરી શકો એ માટે રોબો ડિઝાઈન્ડ લાવી રહી છે.
પિયાજીયોની અમેરિકી કંપની પિયાજીયો ફાસ્ટ ફોરવર્ડ 2015માં સ્થપાઈ હતી. આ કંપની બે ફુટ ઉંચા બે પૈડાવાળો મોબાઈલ સાથેનો રોબોટ જીલાહનું ટેસ્ટીંગ કરી રહી છે. કંપનીએ હજુ એની કિંમત જાહેર કરી નથી પણ 2019ની શરુઆતમાં બીઝનેસીસ અને ક્ધસ્ટ્રકશન લાઈટ પર જોવા મળે તેવી શકયતા છે.
ટ્રીપ અથવા આઉટીંગ માટેના ઈટાલિયન શબ્દથી ઓળખાતું રોબોટ લાઈડકીક જીતાહની ડિઝાઈન લોકો તેમનો માલસામાન આજુબાજુ લઈ જઈ શકે તે રીતે બનાવવામાં આવી છે. માલસામાન અહીંતહીં લઈ જવા કારની જરૂરિયાત નાબુદ કરી તે લોકોને વોકીંગ કરવા પ્રોત્સાહન આપી શકશે.
જીતાહમાં રહેલ ખાનામાં 2000 કયુબીક ઈંચનો કાર્ગો રહી શકે છે એનું મહતમ વજન 44 પાઉન્ડ હશે. બીજી રીતે કહીએ તો બેકપેક અથવા ગ્રોલરી ભરેલી બે બેગ જેટલી એની સાઈઝ હશે. કમ્પાર્ટમેન્ટના દરવાજાની ઉપરના બટનનો ઉપયોગ જીતાહને કાંડે બાંધેલા પટા (રિસ્ટવેન્ડ) સાથે જોડવા માટે થાય છે.
તમે રિસ્ટવેન્ડ પહેરી લો એટલે જીતાહ રોબોટીક શ્ર્વાનની જેમ વફાદારીથી તમારી પાછળ ચાલ્યું આવશે.
જીતાહની ખાસીયત એ છે કે તમારી ગતિ સાથે એ તાલમિલાવી શકે છે. વળાંક લેવામાં પણ એને અનુકુળતા છે. ખૂણો આવે તો વળવામાં એને મુશ્કેલી પડતી નથી, જીતાહમાં જડેલા સેન્સર્સ જાણે છે કે તેણે માણસને અનુસરવાનું છે અને રસ્તામાં લોકો સાથે ભટકાવાતું નથી.
જીતાહ એક વખત રૂટ જાણી લે એ પછી સૈદ્ધાંતિક રીતે યાદ રાખી લે છે, અને કોઈ સામે ન હોય તો પણ એ માર્ગે જઈ શકે છે.
ધારો કે તમે તમારા ઘરની આજુબાજુ પિત્ઝા ખાવા રોબોટ સાથે ગયા હોય તો એ તમારી કંપની વગર એ ઘરે પાછો આવી જશે.
પિયાજીયો ફાસ્ટ ફોરવર્ડ ચાલુ વર્ષમાં જ બાંધકામના સ્થળો અને ફેકટરીઓમાં માલસામાનની સપ્લાય મદદ કરતો જોવા મળે તો નવાઈ નહીં.


Advertisement