સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા રિમીડીયલ પરીક્ષા ફીમાં ઝીંકાયેલા અઢી ગણા વધારાનો વિરોધ

07 June 2018 04:58 PM
Saurashtra
  • સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા રિમીડીયલ પરીક્ષા ફીમાં ઝીંકાયેલા અઢી ગણા વધારાનો વિરોધ

વિષય દીઠ 850 ‘ફી’ વસુલવાનું શરૂ કરાતા વિદ્યાર્થીઓમાં ભભૂકી ઉઠેલો રોષ: પગલા નહીં લેવાય તો આંદોલનના મંડાણ: વિદ્યાર્થી પરિષદ દ્વારા કાર્યકારી કુલપતિને રજુઆત

Advertisement

રાજકોટ તા.7
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા રિમીડીયલ પરીક્ષા ‘ફી’માં ઝીંકાયેલા અઢીગણા વધારા સામે વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠયો છે. આ મુદ્દે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સૌરાષ્ટ્ર યુનિ.ના કાર્યકારી કુલપતિ ડો. નિલાંબરીબેનને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરી હતી તેની સાથોસાથ એવી પણ ચેતવણી આપવામાં આવી હતી કે જો આ પ્રશ્ર્ને પગલા નહીં લેવાય તો આંદોલનના મંડાણ કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા અત્યાર સુધી રેમીડીયલ પરીક્ષાની એક વિષયની ‘ફી’ એક વિષયની રૂા.600 લેવામાં આવતી હતી તેમાં આ વખતથી અઢી ગણો વધારો કરી વિય દીઠ 850 કરવામાં આવી છે. બી.કોમ. સેમ-6ના વિદ્યાર્થીઓ પાસેથી આ તોતીંગ ફી વસુલવાનું યુનિ. દ્વારા શરૂ કરી દેવામાં આવતા તેની સામે જબ્બર વિરોધ ઉઠવા પામેલ છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓના આ પ્રશ્ર્ને આજે સૌરાષ્ટ્ર યુનિ.ના કાર્યકારી કુલપતિને રજૂઆત કરી હતી. તેની સાથોસાથ એવી પણ ચેતવણી આપવામાં આવી હતી કે રેમીડીયલ પરીક્ષાની ‘ફી’માં ઘટાડો નહીં કરાય તો વિદ્યાર્થી પરીષદ દ્વારા આંદોલનના મંડોણ કરવામાં આવશે.


Advertisement