યુવકે ગળાફાંસો ખાધો

07 June 2018 12:41 PM
Porbandar

રાણાવાવ તાબેના આદિત્યાણામાં

Advertisement

(બી.બી.ઠકકર) રાણાવાવ તા.7
રાણાવાવ તાબેના આદિત્યાણા રહેતો દિનેશ લાખા સોલંકી (ઉ.વ.19)એ પોતાની જાતે પોતાના ઘરના પંખા સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાધો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મૃતકના પિતા લાખાભાઇ કારા સોલંકી રાણાવાવ સૌરાષ્ટ્ર સીમેન્ટમાં નોકરી કરતા હોય અને તેઓ નોકરી ઉપરથી રાત્રે 4:30 વાગ્યે ઘરે આવ્યા હોય ત્યારે તેમની પત્ની અને દીકરી ઘરમાં સુતેલા હોય અને ઓસરીમાં પંખા સાથે તેમનો પુત્ર ગળે ફાંસો ખાઇ લટકી ગયો હતો. 108ને બોલાવી પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલે લઇ જવામાં આવેલ ત્યાં ફરજ પરના ડોકટરોએ મૃત જાહેર કર્યો હતો.


Advertisement