એક કમાન્ડ પર ગૂગલ આસિસ્ટન્ટે ગોળી છોડી

06 June 2018 11:08 AM
India Technology
  • એક કમાન્ડ પર ગૂગલ આસિસ્ટન્ટે ગોળી છોડી

Advertisement

તમારી સાથે જાત જાતની વાતો કરતું ગૂગલ અસિસ્ટન્ટ કયારેક જીવનું જોખમ પણ પેદા કરી શકે છે એનો ખ્યાલ કદાચ ગૂગલ અસિસ્ટન્ટ સ્પીકર બનાવનારને પણ નહીં હોય. મોટા ભાગે આ અસિસ્ટન્ટ લાઇટસ ઓન-ઓફ કરવી, કામો રિમાઇન્ડ કરવા, અમુક ભાષાની કોપી કરવી, નિશ્ર્ચિત સેટીંગ મુજબ તમારા વતી લોકોને પ્રતિભાવ આપવા જેવા કામો કરે છે. જો કે એલેકઝાન્ડર રેબેન નામના એક કલાકારે ગૂગલ અસિટન્ટ સાથે એવો એકસપરિમેન્ટ કર્યા છે જે લોકો માટે ખતરનાક નીવડી શકે છે. તેણે ગૂગલ અસિસ્ટન્ટને ચોક્કસ કમાન્ડ આપીને એને બંદૂકથી ગોળી ચલાવતાં શીખવી દીધુ. એલેકઝાન્ડર રેબેને આ ઘટનાનો વિડીયો પણ રેકોર્ડ કર્યો છે અને યુટયુબ પર અપલોડ કર્યો છે. 30 સેક્ધડના વિડીયોમાં તે ઓર્ડર આપે છે. ઓકે ગૂગલ, એકિટવ ગન, એટલે એક સેક્ધડ પછી અસિસ્ટન્ટ શ્યોર, ટર્નિંગ ઓન ધ ગન કહીને ફાયર કરી દે છે. એલેકઝાન્ડરે આ પ્રયોગ એક સફરજનની સાઇડની છાલ જ નીકળી હતી, પરંતુ આ પ્રયોગ નવી ટેકનોલોજીથી સલામતી કેવી રીતે જાળવવી એનો મોટો પ્રશ્ર્નાર્થ ખડો કરે છે.


Advertisement