2019 માટે હુકમનો એકકો: 50 કરોડ શ્રમિકો માટે કલ્યાણ યોજના જાહેર કરશે મોદી

05 June 2018 02:52 PM
India Politics
  • 2019 માટે હુકમનો એકકો: 50 કરોડ શ્રમિકો માટે કલ્યાણ યોજના જાહેર કરશે મોદી

મોદીકેરથી પણ મોટી યોજના ગેમચેન્જર બનવા શકયતા ; યોજનાના અમલ માટે સરકાર પાસે મર્યાદીત સમય, સંસાધનો

Advertisement

નવી દિલ્હી તા.5
2019ની ચૂંટણીમાં પુન: સતા કબ્જે કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 50 કરોડ શ્રમિકો માટે નવી કલ્યાણ યોજના લાવી રહ્યા છે, પણ એ માટે એમની પાસે મર્યાદીત સમય અને સંસાધનો છે.
મોદી સરકાર શ્રમિકો માટે વૃદ્ધાવસ્થાનું પેન્શન, જીવન વીમો અને પ્રસુતીના લાભો સાથેની કલ્યાણ યોજના શરુ કરવા માંગે છે. બેરોજગારી, ચાઈલ્ડ સપોર્ય અને અન્ય લાભો બાકી રહેશે.
રાષ્ટ્રીય ચૂંટણીઓ પહેલાના પડકારોને પહોંચવી મળવા આવી યોજના તેમને રાજકીય ફાયદો ઉઠાવવામાં મદદરૂપ બની શકે છે, પણ એશિયામાં સૌથી મોટી ગણાતી રાજકોષીય ખાધ પર આ યોજનાના કારણે દબાણ વધી શકે છે.
સંઘ યાદીના 15 શ્રમિકો કાયદાઓને ચેક કરી અસંગઠીત ક્ષેત્રોમાં કામ કરી રહેલા સહીત તમામ શ્રમિકોને લાભ આપવાનો ખરડો સરકારે તૈયાર કર્યો છે. સંસદના જુલાઈથી શરુ થતા સત્રમાં એ રજૂ કરવામાં આવશે.
રાષ્ટ્રીય ચૂંટણીઓ પહેલા આવી યોજનાના સાર્વત્રિક અમલમાટે શ્રમપ્રધાન સંતોષ ગંગવારે કોઈ કટીબદ્ધતા વ્યક્ત કરી નહોતી.
130 કરોડની વસતીવાળા દેશમાં સૂચિત કલ્યાણ યોજના સૌથી મોટી હશે. ફેબ્રુઆરીમાં 10 કરોડ ગરીબ પરિવારોને આવરી લેતી મોદીકેર નામે જાણીતી આરોગ્ય વીમા યોજનાની જાહેરાત થઈ હતી.
આગામી મે મહિનામાં ચૂંટણી યોજાનાર છે. એ પહેલાં આ યોજના પાયલોટ પ્રોજેકટ તરીકે છ જીલ્લામાં શરુ કરાશે.
નવી દિલ્હીમાં ઓબ્ઝર્વર રીસર્ચ ફાઉન્ડેશન ખાતેના રાજકીય સમીક્ષક સતીશ મિશ્રના જણાવ્યા મુજબ દેશના શ્રમિક વર્ગ માટે સામાજીક સુરક્ષાની યોજનાના મહત્વને કોઈ નકારી ન શકે, પણ એનું ટાઈમીંગ સૂચવે છે કે એ રાજકીય સ્વરૂપની છે. મોદી એ ઉતાવળે લાગુ કરવા માંગે છે જેથી તે ચૂંટણી પ્રચારમાં ગરીબો માટે ગેમચેન્જર હોવાનો દાવો કરી શકે.
હાલના રૂા.376 અબજના બજેટમાં શ્રમિકોને સામાજીક સુરક્ષાના લાભ આપવાનું સરકાર માટે મુશ્કેલ છે.
આ યોજનાથી અર્થતંત્ર પર બેવડી અસર થશે. વધુ સામાજીક ખર્ચથી રાજકોષીય ભારણ વધશે અને ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટેની તક ઘટશે, પરંતુ મોટાભાગે અસંગઠીત ક્ષેત્રે કામ કરતા અને દેશના જીડીપીમાં અડધો ફાળો આપતા શ્રમિકોને લાભ આપવાથી તેમનું જીવનધોરણ સુધરશે અને ઉત્પાદકતામાં વધારો થશે.
કેર રેટિંગ્સ ખાતેના ચીફ ઈકોનોમીસ્ટ મદન સબનસીબ કરે છે: સરકારે આમ કરવું જોઈએ? એનો જવાબ હા છે. સરકાર એ કરી શકશે? એનો જવાબ ના છે. સરકાર જો પુરતી રકમ ખર્ચી ન શકે તો એ યોગ્ય સામાજીક સુરક્ષા નહીં હોય. સરકાર મારી રકમ ખર્ચશે તો રાજકોષીય ખાધ પર દબાણ આવશે.
સૂચિત યોજના આમ તો બધા શ્રમિકો માટે હશે, પણ સરકારને શ્રમિકોના છેવાડાના 50%ની ચિંતા છે. બાકીના પોતાનો આખો અથવા આંશિક હિસ્સો આપવાની ક્ષમતા ધરાવે છે.
આ યોજનાની ત્રીજા ભાગની ગરીબ વસતી ધરાવતા દેશમાં ગરીબી ઘટશે. સરકાર સામાજીક સુરક્ષા પાછળ જીડીપીના માત્ર બે ટકાથી પણ ઓછી રકમ ખર્ચે છે. ભારતના 90 ટકા શ્રમિકો અસંગઠીત ક્ષેત્રે કોઈપણ જાતની સામાજીક સુરક્ષા વગર કામ કરી રહ્યા છે.
દેશના અડધા શ્રમિકોને પણ સામાજીક સુરક્ષા આપવા સરકારને 50 અબજ રૂપિયા અથવા જીડીપીના 9.38 ટકા ખર્ચવા પડશે.
આ યોજના માટે નીમાયેલી સમીતીએ ગ્રામીણ વિસ્તારોમાં દૈનિક રૂા.27 અને શહેરી વિસ્તારોમાં 33 રૂપિયાની ગરીબી રેખાની ઉંચા દરે શ્રમિકોને લાભ આપવા દરખાસ્ત કરી છે.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર સંતોષ મેહરોત્રાને યોજનાનો ખર્ચ કાઢવા સરકારે જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ 22 વર્ષમાં ભારત ચીનની જેમ એજીંગ (વૃદ્ધો)નો સમાજ હશે. આજથી આપણે સામાજીક સુરક્ષા વિષે કામ શરૂ નહીં કરીએ તો વૃદ્ધ લોકો માટે કોણ ખર્ચ કરશે?


Advertisement