ભાજપ કે નામ પે દેદે...બાબા : D.E.O. સામે બાળકોને ભીખ મંગાવતી કોંગ્રેસ

04 June 2018 04:41 PM
Rajkot Politics
  • ભાજપ કે નામ પે દેદે...બાબા : D.E.O. સામે બાળકોને ભીખ મંગાવતી કોંગ્રેસ
  • ભાજપ કે નામ પે દેદે...બાબા : D.E.O. સામે બાળકોને ભીખ મંગાવતી કોંગ્રેસ
  • ભાજપ કે નામ પે દેદે...બાબા : D.E.O. સામે બાળકોને ભીખ મંગાવતી કોંગ્રેસ
  • ભાજપ કે નામ પે દેદે...બાબા : D.E.O. સામે બાળકોને ભીખ મંગાવતી કોંગ્રેસ
  • ભાજપ કે નામ પે દેદે...બાબા : D.E.O. સામે બાળકોને ભીખ મંગાવતી કોંગ્રેસ

શાળાઅોના બાળકોને ભણતરની સાથે મજુરી કામ શીખવાડવાના સરકારના પરિપત્ર સામે અાશ્ર્ચયૅજનક કાયૅક્રમ : શિક્ષણાધિકારી કચેરીમાં બાળકો પાસે પંચર અને ખોદકામ કરાવી નવતર વિરોધ: ભાજપ સરકાર હાય હાયના સુત્રોચ્ચાર : અાગેવાનો દ્વારા અાવેદનપત્ર

Advertisement

રાજકોટ, તા. ૪ ગુજરાત સરકાર દ્વારા પ્રવેશોત્સવરુર૦૧૮ના ઈકો કલબ તેમજ બાળ મેળો જીવન કૌશલ્યના નામ હેઠળ રાજયની પ્રાથમિક શાળાઅોમાં ધો.૧ થી પ અને ધો.૬ થી ૮માં અભ્યાસ કરતા વિધાથીૅઅોને ભણતર સાથે મજુરી કામ શીખવાડવાના કરાયેલા પરિપત્રના વિરોધમાં કોંગ્રેસ દ્વારા અાજે જિલ્લા માઘ્યમિક શિક્ષણાધિકારી કચેરી ખાતે બાળકોના મજુરી કામ સાથે અાશ્ર્ચયૅજનક કાયૅક્રમ અાયોજિત કરવામાં અાવેલ હતો. જેમાં ભાજપ કે નામ પે દેદે... બાબાના સુત્રો પોકારી જિલ્લા માઘ્યમિક શિક્ષણાધિકારી સામે બાળકોને ભીખ મંગાવી ભાજપ સરકારના પરિપત્રનો નવતર વિરોધ કયોૅ હતો. અા ઉપરાંત જિલ્લા માઘ્યમિક શિક્ષણાધિકારી કચેરીમાં બાળકોઅે પંચર તેમજ તિકમ વડે ખોદકામ કયુૅ હતું અા તકે કોંગ્રેસના અાગેવાનો અને કાયૅકરો દ્વારા ભાજપ સરકાર હાય હાયના સુત્રોચ્ચાર કરવામાં અાવેલ હતો. કોંગ્રેસના અાગેવાનો ઈન્દુભા રાઅોલ, ગોપાલભાઈ અનડકટ, રણજીત મુંધવા તથા યુનુસભાઈ જુણેજાની અાગેવાની હેઠળ અા અાશ્ર્ચયૅજનક કાયૅક્રમ યોજવામાં અાવેલ હતો. અા સંદભેૅ કોંગ્રેસના અાગેવાનોઅે જણાવેલ છે કે ભાજપના શાસનમાં પહેલા ચારુપકોડા અને હવે ટાયર પંચર, મિસ્ત્રીકામ, ફયુઝ બાંધવા, સ્ક્રુ લગાવવા ખિલ્લી લગાડવી સ્વચ્છતા શાળા અને સમાજનું જોડાણ વધે અેવું રૂપક નામ અાપી પરિપત્રનું ગતકડું બહાર પાઠવામાં અાવેલ છે. ભાજપ સરકાર નોકરીઅોના અાપી શકતી હોય ભવિષ્યમાં અા બાળકો નોકરી મેળવવામાં સફળ ના થાય તો તેવા લોકોને ગાડીના પંકચર, મિસ્ત્રીકામ, માટીકામ, ખોદકામ, અાવડતુ હોય તો સીધા જ મંજુરી કામ લાગી જાય અાવા હેતુ સર અા સરકાર બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે. ગુજરાત સરકાર જયારે દેશ ર૧મી સદીમાં કોમ્પ્યુટર, લેપટોપ યુગમાં કામ કરી રહ્યો હોય ત્યારે બાળકોના ભવિષ્ય બગાડવાનું કામ કરતી ભાજપ સરકાર અેક તરફ બાળ મજુર હટાવાની વાત કરે છે. બીજી તરફ બાળકોને મજુરી કામ કરાવે છે. પરોક્ષ રીતે સરકાર વિધાથીૅઅોને મજુરી કામ કરવા પ્રેરે છે તેમ કોંગી અાગેવાનોઅે જણાવેલ છે.


Advertisement