વિપક્ષી ગઠબંધનની હાફીઝ સઈદ સાથે તુલના કરી કોમી રંગ આપતો ભાજપ

04 June 2018 11:57 AM
India Politics
  • વિપક્ષી ગઠબંધનની હાફીઝ સઈદ સાથે તુલના કરી કોમી રંગ આપતો ભાજપ

વિપિક્ષો માઓવાદી અને ઓસામાવાદી ગિરીરાજસિંહ ; મોદીને હાફીઝની જેમ વિપક્ષો પણ રોકવા માંગે છે: પાત્રા

Advertisement

નવી દિલ્હી તા.4
કર્ણાટક અને એ પછી કૈરાનાની પેટાચૂંટણીમાં વિપક્ષો એક જૂથ થઈ જતાં ભાજપે હવે ગઠબંધનને કોમવાદી ચીતરવાની શરુઆત કરી દીધી છે. ભાજપના પ્રવકતા સંબીત પાત્રાએ ટિવટ કરી મહાગઠબંધનની તુલના આતંકી હાફીઝ સઈદ સાથે કરી છે.
પાત્રાએ હાફીઝ સઈદના ઝેરીલા ભાષણનો એક વીડીયો ટવીટર પર શેર કર્યો છે. એમાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અપશબ્દને વાપરી એમને રોકવાની વાત કરી છે. આ વિડીયો શેર કરી પાત્રાએ જણાવ્યું હતું કે વિપક્ષી મહાગઠબંધન 2019માં મોદીને વડાપ્રધાન બનતા રોકવા માંગે છે. મહાગઠબંધન સિવાય અન્ય કેટલાક લોકો પણ આવું ઈચ્છે છે.
આ વિડીયોમાં હાફીઝ સઈદ કોઈ સભાને સંબોધતી વખતે મોદી પર સીધો હુમલો કરી રહ્યા છે.
દરમિયાન, પાત્રાએ બીજા એક ટવીટ કરી પોતે મહાગઠબંધનની તુલના આતંકી હાફીઝ સાથે કર્યાનો ઈન્કાર કર્યો છે. તેમણે ટવીટ કરી જણાવ્યું છે. મોદી તરફથી કાળા નાણા અને ભ્રષ્ટાચાર પર હુમલા ભારતમાં વિપક્ષને એક મંચ પર લાવ્યો. સર્જીકલ સ્ટ્રાઈક અને આતંકવાદ પર હુમલાથી હાફીઝ સઈદ નિરાશ છે. એ સાબીત કરે છે કે મોદી સરકાર સાચી દિશામાં જઈ રહી છે.
બીજી બાજુ, ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન ગીરીરાજસિંહે પણ વિવાહીત નિવેદન કરી વિપક્ષને ખુંખાર આતંકી ઓબામા બિન લાદેન સાથે જોડી ઓસામાવાદી ગણાવ્યા છે. તેમણે ટિવટ કરી જણાવ્યું હતું કે માઓવાદી, જાતિવાદી અને ઓસામાવાદી એકજૂથ થઈ ગયા છે.


Advertisement