મોદી મંત્રીમંડળમાં ફેરફારની શકયતા: નવા ચહેરાને તક

04 June 2018 11:56 AM
India Politics
  • મોદી મંત્રીમંડળમાં ફેરફારની શકયતા: નવા ચહેરાને તક

લોકસભા ચૂંટણી પુર્વે અંતિમ કવાયતની તૈયારી શરૂ ; સરકારની છબી વધુ મજબૂત બનાવવા; સાથી પક્ષોને ‘રાજી’ કરવા સ્થાનો ભરાશે: હાલના મંત્રીઓમાં અનેકની બાદબાદી શકય

Advertisement

નવી દિલ્હી, તા.4
દેશમાં પેટાચૂંટણીઓનો સમય પસાર થયા બાદ ભાજપે તેમાં લાગેલા આંચકા મચાવતા 2019ની લોકસભા અને મધ્યપ્રદેશ તથા રાજસ્થાનની ચૂંટણીની પુર્વ તૈયારી પહેલા મોદી સરકારના મંત્રીમંડળની પુનરચના થશે તેવી અટકળો તેજ થઈ છે અને ખાસ કરીને પક્ષથી જે નારાજ સાથી પક્ષો છેતેને વધુ સ્થાન આપીને એનડીએને નબળો પડતા બચાવવાની કવાયત હશે. સૂત્રોના જણાવ્યા મુજબ મંત્રીમંડળની પુન: રચના લાંબા સમયથી એક જરૂરી પ્રક્રિયા બની રહી છે. અગાઉ મંત્રીમંડળમાં ત્રણ વખત ફેરફાર થઈ ચૂકયા છે. હાલમાં જ ટીડીપીએ એનડીએથી છેડો ફાડયો છે તો હવે લોકસભા ચૂંટણીમાં મોદી સરકારની કામગીરી એરણ પર છે અને તેઓ અનેક મંત્રીઓના કામકાજ સામે પ્રશ્ર્નો છે તો ભાજપ જે રાજયમાં તેની સ્થિતિ નબળી છે ત્યાં જાણીતા ચહેરાને મંત્રી બનાવી પ્રભાવ પાડવા પ્રયાસ કરશે. શિવસેના જે મહારાષ્ટ્રમાં અલગ થવા લાંબા સમયથી ધમકી આપે છે તેની સાથે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહ એક વખત વાતચીત કરીને કેબીનેટમાં વધુ ખાતા સાથે સંતોષ આપવા પ્રયાસ કરશષ. યુપીમાં પણ ભાજપે તેનું સોશ્યલ એન્જીનીયરીંગ સુધારવું જરૂરી બની ગયું છે. તામીલનાડુંમાં અન્નાડીએમકેને સામે રાખવા મંત્રીમંડળમાં જોડાવા ઓફર થઈ શકે છે. આમ એક સાથે અનેક પ્રશ્ર્નોનો જવાબ મંત્રીમંડળની પુન:રચના માંથી મેળવવા પ્રયાસ થશે.


Advertisement