સૌરાષ્ટ્રના અમરેલી જીલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી !

02 June 2018 09:20 PM
Rajkot Gujarat Saurashtra
  • સૌરાષ્ટ્રના અમરેલી જીલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી !

સાવરકુંડલામાં બે ઇંચ ખાબક્યો : નાવલી નદીના ઘોડાપૂરમાં કાર તણાઈ : અનેક જગ્યાએ તોતિંગ વૃક્ષો રોડ પર ધરાશાયી : ખેડૂત આલમ ગેલમાં !

Advertisement

રાજ્યભરમાં ગરમીએ માજા મુકી, લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા હતા, એવામાં સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી ગઈ છે. લોકોએ ગરમીમાંથી અચાનક છૂટકારો મળતા રાહતનો શ્વાસ લીધો છે. આ બાજુ ખેડૂતોમાં પણ આનંદનો માહોલ છવાઈ ગયો છે.

મળતી માહિતી મુજબ, અમરેલીના સાવરકુંડલાના ગામમાં ધોધમાર વરસાદ વરસતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. નાવલી નદીમાં પૂર આવી ગયું છે. સાવરકુંડલાના આસપાસના ગામમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે. નાવલી નદીમાં પુર આવતા રીતસર એક કાર તણાઈ છે. સૌરાષ્ટ્રના અમરેલી જીલ્લાના સાવરકુંડલા શહેરના આસપાસના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યાના સમાચાર મળી રહ્યા છે.

જેમાં વંડા, મેકડા, ફિફાદ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અમરેલી શહેરમાં પણ ભારે પવન સાથે વાદળ છાયુ વાતાવરણ સર્જાયું છે. આ સાથે અમરેલી તાલુકાના કેટલાક ગામોમાં પણ વરસાદી ઝાપડા પડતા પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતોએ વાવણી માટેની તૈયારી શરૂ કરતા જ વરસાદ આવવાથી ખેડૂતોમાં પણ આનંદ છવાઈ ગયો છે.

બીજી બાજુ ભાવનગરના ગારીયાધારમાં પણ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ભાવનગર જીલ્લામાં આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. અને બપોરે અચાનક વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. કાળઝાળ ગરમીમાં વરસાદ પડતા ઠંડક પ્રસરી ગઈ છે. લોકોને ગરમીથી રાહત મળતા આનંદ છવાયો છે. આ બાજુ ખેડૂતો પણ વરસાદ પડતા ખુશ થઈ ગયા છે. અચાનક વરસાદ પડતા જનજીવન પર પણ અસર પડી હતી, વાહન ચાલકોને થોડી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ પહેલા વરસાદમાં પલડવાની મજા લેતા પણ લોકો જોવા મળ્યા.

ડાંગ જીલ્લામાં પણ વરસાદનું આગમન જોવા મળ્યું છે. ડાંગ જીલ્લામાં આવેલ ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હોવાની પણ સમાચાર મળી રહ્યા છે. ડાંગ જીલ્લામાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી છે. સાથે અચાનક વરસાદી ઝાપટા શરૂ થતાં સાપુતારાની સુંદરતામાં વધારો થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, કેરળમાં ચોમાસુ બેસી ગયા બાદ હવામાન વિભાગે આગાહી કરી હતી કે, ગુજરાતમાં પણ બે-ત્રણ દિવસ વહેલુ ચોમાસુ બેસશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15 જૂન પહેલા ગુજરાતમાં ચોમાસુ આવી જસે. પરંતુ રાજ્યમાં સૌરાષ્ટ્ર પંથક તથા દક્ષિણ ગુજરાતમાં અત્યારથી વરસાદી માહોલ સર્જાઈ જતા. સમગ્ર રાજ્યમાં ગરમીનું પ્રમાણ આજે ઘટ્યું છે. કાળઝાળ ગરમીથી હવે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વરસાદના આગમનની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને ખેડૂતો કાગની ડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવામાન ખાતા મુજબ આ વર્ષે રાજ્યમાં સારો વરસાદ રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

Advertisement