આમીરખાનની પુત્રી સાથેની તસ્વીર થઇ ટ્રોલ : ટીકા કરાઈ !

01 June 2018 11:03 PM
Rajkot India
  • આમીરખાનની પુત્રી સાથેની તસ્વીર થઇ ટ્રોલ : ટીકા કરાઈ !

Advertisement

મુંબઇ: મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન વિવાદોથી દૂર રહે છે પણ હાલમાં જ તે સોશિયલ મીડિયા પર ટ્રોલનો શિકાર થયો હતો. તેણે દીકરી સાથે તેની એક તસવીર ફેસબૂક પેજ પર શેર કરી હતી જેને લઇને લોકોએ ખરાબ શબ્દોમાં કોમેન્ટ્સ કરી હતી.આમિર ખાને તેની દીકીર ઇરા ખાન સાથે એક સ્પોર્ટી મૂડમાં એક ફોટો શેર કર્યો હતો તે બંને પાર્ક એરિયામાં રમતા નજર આવ્યા હતાં. પણ સોશિયલ મીડિયા પર

કેટલાંક લોકોને આ તસવીર પસંદ આવી ન હતી. ટ્રોલર્સે આમિરની તસવીર પર અશ્લીલ કમેન્ટ કરવાની શરૂ કરી દીધી હતી અને કહ્યું હતું કે, રમઝાન મહિના દરમિયાન એક્ટરે આવી તસવીર પોસ્ટ કરવી જોઇએ નહીં. તો કેટલાંક યુઝર્સ, પિતા-પુત્રીનાં બોન્ડ પર અશ્લિલ કમેન્ટ કરવા લાગ્યા હતાં. એક યૂઝરે લખ્યુ હતું કે, આમિર સર રમઝાન મહિનાનો લિહાઝ કરો. તે તમારી દીકરી છે તેણે રમઝાન દરમિયાન યોગ્ય કપડાં પહેરવા જોઇએ.
અન્ય એક યુઝરે લખ્યું, આ રમઝાનનો મહિનો ચાલે છે તમે મુસલમાન છો કંઇક તો શરમ કરો.


Advertisement