2001થી અત્યાર સુધીમાં મેં 15 મિનિટની પણ રજા લીધી નથીઃ મોદી

01 June 2018 10:57 PM
Rajkot India World
  • 2001થી અત્યાર સુધીમાં મેં 15 મિનિટની પણ રજા લીધી નથીઃ મોદી

Advertisement

ઈન્ડોનેશિયાસ મલેશિયા અને હવે સિંગાપોરની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન મોદીએ નનયાંગ ટેકનીકલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે સિંગાપોરમાં મેં જે પણ જોયું તેમાં મને બદલાતા વિશ્વની ઝલક જોવા મળી છે. તમે અહીં માત્ર ઈનોવેશન નથી કરી રહ્યા , પરંતુ એક નવા વિશ્વનું ગર્ભાધાન કરી રહ્યા છો.

એશિયાના ઉજ્જવળ ભવિષ્યની સામે પડકારવાળા સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે 21મી સદી એશિયાની શતાબ્દી છે. સૌથી મોટો સવાલ છે કે આપણે એશિયાના લોકો તેને ફીલ કરીએ છે કે નહીં. 21મી સદી એશિયાની સદી બનીને રહેવાનું છે, તે આપણા માટે પડકાર છે. આ આપણામાં વિશ્વાસ કરવાનો અને એ જાણવાનું આવશ્યક છે કે હવે આપણી વારી છે. આપણે આ તકનો લાભ ઉઠાવવો પડશે અને તેનું નેતૃત્ત્વ કરવું પડશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે જે પ્રકારે પડકાર છે, જો આપણે હિસાબ લગાવીએ તો તક આપણી પાસે વધારે છે. ઓછા સંઘર્ષવાળું આ ક્ષેત્ર છે. આપણે સાંસ્કૃતિક રીતે હજારો વર્ષથી નજીર રહ્યા છે. થોડા સમય પહેલા મને ચીનના રાષ્ટ્રપતિ સાથે મળવાનો મોકો મળ્યો. પહેલી વખત અનૌપચારિક વાતો થઈ. કોઈ એજન્ડા હતો નહીં. અમે બે જ જણા હતા અને કલાકો સુધી સાથે રહ્યા. ચાલતા ચાલતા અમે વાતો કરી હતી. તે દરમિયાન મેં એક ડોક્યુમેન્ટ તેમને આપ્યું હતું. અમેરિકન યુનિવર્સિટીએ 2000માં આર્થિક વિકાસ યાત્રા પર એક રિસર્ચ કર્યું હતું. જેમાં ચીન અને ભારત દુનિયાની જીડીપીમાં પચાસ ટકા જેટલું યોગદાન ચીન અને ભારતનું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે ટેક્નીક લોકોને સશક્ત બનાવી શકે છે. ટેકનીકને ફ્રેન્ડલી બનાવવી જોઈએ અને સૌ માટે સરળ પણ. જ્યારે હું દુનિયાને જોઉં છું, જ્યારે મારા દેશના સૈનિકોને આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં, ક્યારેક પાણીમાં, બરફમાં અને રણમાં કલાકો સુધી દેશની સેવા માટે ઊભા રહેલા જોવ છું તો મને લાગે છે કે આ લોકો આટલું કરી શકે છે તો મને શાંતિથી સૂવાનો કોઈ હક નથી. આ કોમન લોકો મારી પ્રેરણા છે. આથી હું અટક્યા વગર કામ કરું છું. 2001થી લઈને આજ સુધી મેં 15 મિનીટ સુધીની રજા લીધી નથી.
Advertisement